________________
૨૪૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
સાચી દીક્ષા છે તેનાથી સારું (-હિત) થાય છે. આ શુદ્ધસ્વભાવમાં આચરણ જ સાચી દીક્ષા છે હોં, પણ પંચ મહાવ્રતના વિકલ્પ છે તે કાંઈ સાચી દીક્ષા નથી. ભારે વાત! અહા! દિગંબર સંતોની કથની પણ કડક છે.
અહા! કહે છે કે ભગવાન નિર્વાણદીક્ષા ઉચ્ચર્યા છે. લ્યો, આ પાંચમા આરાના મુનિ આમ કહે છે.
પ્રશ્ન:- આ બધી વાતો તો ચોથા આરાની છે? સમાધાન:- ભાઈ! આરો ચોથો હોય કે પાંચમો, શું વસ્તુસ્વરૂપ ફરતું હશે?
જુઓ ને મુનિ પોતે શું કહે છે? કે અમારી દીક્ષા તો નિર્વાણનું કારણ છે. આવી દીક્ષા અમને પ્રાપ્ત થઈ છે તથા ભગવાને પણ આવી જ દીક્ષા ઉચ્ચારી છે, સમજવી છે. મતલબ કે જે દીક્ષા કારણ થઈને મોક્ષ થાય એવી દીક્ષા જ ભગવાને સમજાવી છે. પણ કાંઈ અહીંયા અમારી પાસે આવી અને મુંડાવો – સાધુ થાઓ તો સ્વર્ગાદિ મળશે એમ કહીને ભગવાને લલચાવ્યા નથી એમ કહે છે.
જુઓ! ભગવાને દીક્ષાની શિખામણ આપી છે એમ અહીં કહ્યું છે હોં. તો, તે દીક્ષાની શિખામણ એવી છે કે જેનાથી મુક્તિ થાય. લ્યો, દીક્ષાની શિખામણ આવી સમજાવી છે એમ કહે છે. બીજી રીતે કહીએ તો, આનંદસ્વરૂપ ભગવાન આત્માના આશ્રયે દર્શન-જ્ઞાન-ચારિત્રમય દીક્ષાની નિર્વિકારી નિર્વિકલ્પ પરિણતિ પ્રગટે એ મોક્ષનું કારણ છે એમ ભગવાને સમજાવ્યું છે, પણ તારી દીક્ષાથી તને સ્વર્ગ મળશે અને પછી શેઠાઈ મળશે એમ સમજાવ્યું નથી. કારણ કે એ સ્વર્ગાદિ દીક્ષાનું ફળ જ નથી. અહા! ‘નિર્વાણદીક્ષા જેઓ ઉચ્ચર્યા છે' એમ કહીને ભગવાને નિર્વાણનું કારણ એવી દીક્ષાને સમજાવી છે એમ કહે છે.
તે (શ્રી પદ્મપ્રભ જિનેન્દ્ર) જયવંત છે.” લ્યો, અમારા માટે તો, કહે છે કે, એ પદ્મપ્રભુ જયવંત છે – જયવંત વર્તે છે. એટલે શું? કે અમારા પરિણામ-અમારો વીતરાગભાવ – કે જે મોક્ષનું કારણ છે તે – જયવંત છે. મોક્ષનું કારણ એવી દીક્ષા અમને જયવંત વર્તે છે અને એના ફળમાં અમને મુક્તિ જ આવશે એમ પોતે શ્રી પદ્મપ્રભમલધારીદેવ મુનિ કહે છે. ભાઈ! બ્ર. શીતલપ્રસાદે આ નિયમસારનો અર્થ કર્યો છે ને? તો, તેમણે આ શ્લોકના અર્થમાં એમ લખ્યું છે કે 'જિન્હોને નિર્વાણકા કારણ મુનિદીક્ષાકા સ્વરૂપ કહા હૈ. અહા! નિર્વાણનું-મોક્ષનું કારણ મુનિદીક્ષા છે અર્થાત્