________________
ગાથા – ૭૧]
[૨૪૭
વીતરાગી પરિણતિ છે અને આવી દીક્ષા ભગવાને જીવોને પ્રદાન કરી છે. લ્યો, આવી દીક્ષાનું નામ દીક્ષા છે અને આ દીક્ષાનું ફળ મોક્ષ છે. અરે! અજ્ઞાની બધા ગપગપ મારે છે. તેને તો બાહ્ય ક્રિયાના ઠેકાણા ન હોય અને અમે પંચ મહાવ્રત પાળીએ છીએ તેથી એનાથી અમારી મુક્તિ થશે એમ તે માને છે. ભાઈ એ રીતે ધૂળેય તારી મુક્તિ નહીં થાય.
છે
શ્લોક - ૧૦૦ ઉપરનું પ્રવચન છે
આ, નિયમસારનો વ્યવહારચારિત્ર અધિકાર છે. તેમાં ૭૧ મી ગાથાનો 100 મો શ્લોક છે. અરિહંત પરમાત્મા કેવા છે તેનું સ્વરૂપ અહીં કહે છે. પોતાનું (-ટીકાકાર મુનિરાજનું) નામ ‘પદ્મપ્રભ' છે ને? તેથી એ નામના શ્રી પદ્મપ્રભુ ભગવાનની સ્તુતિ કરે છે, તેમને યાદ કરે છે અને એ રીતે અરિહંતનું સ્તવન ને સ્તુતિ કરે છે.
“કામદેવરૂપી પર્વતને માટે (અર્થાત તેને તોડી નાખવામાં) જેઓ (વજધર) ઈદ્ર સમાન છે.” ઈંદ્રને હાથમાં વન્ન હોય છે એટલે તેને વજધર કહેવામાં આવે છે. શ્રી પદ્મપ્રભુ ભગવાન કામદેવરૂપી પર્વતને તોડી નાખવા માટે વજધર ઈંદ્ર સમાન છે. મન + ન = મદનરૂપી પર્વત અને સુરેશ = ઈંદ્ર. જેમ વજથી પર્વતના ચૂરેચૂરા થાય તેમ ભગવાનનો આત્મા કામદેવની વાસનાનું તો ચૂર્ણ કરી નાખે છે.
કાન્ત (મનોહર) જેમનો કાયપ્રદેશ છે.” - એ બાહ્યની વાત લીધી. ભગવાનનું શરીર મનોહર અર્થાત્ પરમ ઔદારિક હોય છે. અરિહંતના શરીરમાં વ્યાધિ-રોગ કે સુધાતૃષા આદિ હોય નહીં. માટે તેમનું શરીર કાન્ત એટલે કે મનોહર છે એમ કહે છે. અહા! ભગવાનના આત્મપ્રદેશો તો નિર્મળ છે, પણ એમનો કાયપ્રદેશ અર્થાત્ શરીરના પ્રદેશો પણ નિર્મળ છે. કારણ કે પરમ ઔદારિક શરીર છે ને? જો કે દરેક અરિહંતને પરમ ઔદારિક શરીર હોય છે. પરંતુ અહીંયા તો અત્યારે શ્રી પદ્મપ્રભુનું નામ લઈને તેમને યાદ કર્યા છે.
મુનિવરો જેમનાં ચરણોમાં નમે છે. જેમને વીતરાગતા પ્રગટી છે એવા મુનિવરો પણ સર્વજ્ઞ અરિહંત પરમાત્માનાં ચરણમાં નમે છે એટલે કે મુનિવરોને પણ તેમની ભક્તિ