________________
ગાથા – ૭૧]
[૨૪૩
ક્યાંથી આવી? શું અંદરમાં ન હોય અને અરિહંતનું ધ્યાન કરીએ તો શાંતિ આવે? (ન આવે.) માટે અરિહંત—અરે! પાંચેય પદ અમે છીએ.’ લ્યો, આવી ભારે વાત છે!
પ્રશ્ન:- શું આ નાને મોઢે મોટી વાતો છે?
સમાધાન:- ભાઈ ! તને ખબર નથી. અહીં નાનું મોઢું છે જ નહીં. (-આત્મા તુચ્છ છે જ નહીં, એ તો મહાન છે.) જુઓ ને! અહીં શું કહે છે? કે જે સંસારના પડખેથી ખસી ગયો હોય એને જ આત્મા કહીએ. જેમ ભગવાન સંસારના પડખેથી ખસી ગયા છે તેમ આ આત્મા પણ સંસારના પડખેથી ખસી ગયો છે. અને એને જ આત્મા કહીએ. તે સિવાય જે સંસારના પડખે ઉભા છે એ તો અનાત્મા છે. સમજાણું કાંઈ?
અહા! ધર્મીને સમ્યગ્દર્શન થતાં સંસારનું પડખું છૂટી ગયું છે અને તેથી તે સંસારથી મુક્ત છે. ધર્મની પહેલી સીઢીવાળો સમ્યગ્દષ્ટિ વ્યવહારથી મુક્ત છે એમ શાસ્ત્રમાં આવે છે ને? તો, વ્યવહારથી મુક્ત કહો કે સંસારથી મુક્ત કહો - એ બધી એક જ વાત છે. સમ્યગ્દષ્ટિ વ્યવહારથી એટલે કે વિકલ્પથી (-સંસારથી) મુક્ત જ છે, કેમ કે તેને સંસારનું પડખું છૂટી ગયું છે. અહા ! જ્યાં પૂર્ણ અતીંદ્રિય આનંદસ્વરૂપ મુક્તસ્વભાવના પડખે ગયો ત્યાં સંસારનું પડખું છૂટી ગયું અને ત્યારે તેણે આત્માનો અનુભવ કર્યો, આત્માને માન્યો એમ કહેવામાં આવે છે. લ્યો, આવો અર્થ છે. અંદર ‘નિતવુંરિતા:’ એમ છે ને? તો, ‘ટુરિત’નો અર્થ પાપ છે.
‘પ્રાસ્તવર્પપક્ષ: કામદેવના પક્ષનો જેમણે નાશ કર્યો છે.' પહેલાં પાપકક્ષાની વાત હતી અને હવે કામદેવના પક્ષની વાત છે. - બન્ને એક જ વાત છે.
‘વઘુનતયક્ષ:’. આમાં, પવ-યુ-નત-યક્ષઃ એ ચાર શબ્દ છે. ‘યક્ષ જેમના ચરણયુગલમાં નમે છે.' સમવસરણમાં યક્ષો ચોસઠ ચામર ઢાળે છે.
પ્રશ્ન :- લોકો વીંઝણા નાખે છે એમ ભગવાનને ગરમી ન થાય ને હવા સારી આવે તે માટે ચામર ઢાળતા હશે?
સમાધાન :- ભગવાનને ગરમી જ ક્યાં થાય છે? ભગવાન તો અનંત આનંદમાં બીરાજે છે. દેવો ચામર ઢાળે છે એ ભક્તિનો ભાવ દેખાડે છે. જુઓ ને! અહીંયા ગરમી હોય તો પંખો ઢાળે છે ને? કેટલાક તો વળી બહુ ગરમી લાગે ત્યારે હાથમાં પુસ્તક હોય તેનાથી હવા ખાય છે. શું એ ઠીક કહેવાય? (ના.)