________________
૨૪૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
કયારે કહેવાય? કે આત્મા પરિપૂર્ણ ભગવાન છે એમ જ્યારે સમ્યગ્દર્શન દ્વારા માન્યું ત્યારે “આત્મા છે' એમ માન્યું કહેવાય અને તેનો પ્રસિદ્ધ મોક્ષ થવાનો જ છે. તેને કાંઈ ભગવાનને પૂછવા જવું નહીં પડે કે મારો મોક્ષ કે દિ' થશે? તેનો મોક્ષ તો નક્કી જ છે. અહીં કહ્યું કે અરિહંતોને ભાવમોક્ષ પ્રસિદ્ધ (-પ્રગટ) થઈ ગયો છે.
‘પદ્મપત્ર (-કમળનાં પાન) જેવાં દીર્ઘ જેમનાં નેત્ર છે.” જાણે કમળનાં પાન ખીલ્યા હોય એમ પુણ્યવંત પ્રાણીના આંખની શેડ લાંબી ને પાતળી હોય છે. તેથી જાણે ખીલેલું કમળ હોય એવી ભગવાનની આંખ હોય છે. તીર્થંકર પૂર્ણ પુણ્યના ધણી છે ને? તો કહ્યું કે, કમળનાં પાન જેવાં દીર્ઘ જેમનાં નેત્ર છે. અહા! જ્યાં અંદરમાં કેવળજ્ઞાનરૂપી દીર્ઘ નેત્ર ખીલી ગયા છે ત્યાં બહારમાં પણ આંખો કમળનાં પાન જેવી હોય છે. અરે! ચક્રવર્તી, બળદેવ આદિ મોટા પુણ્યવંતની પણ આંખો એવી (મોટી) હોય ત્યાં તીર્થકરનું તો શું કહેવું ? – આમ, પહેલાં બોલમાં અંદરના ગુણની વાત કરી અને હવે બીજા બોલમાં શરીરની વાત કરી.
“પ્રનતરિતક્ષ: પાપકક્ષાને જેમણે જીતી લીધી છે.” “પાપ” શબ્દ પુણ્ય ને પાપ – બન્ને હોં અને તેને ભગવાને જીતી લીધા છે એમ કહે છે. પુણ્ય-પાપ એ સંસારનું પડખું છે. એ પડખે અનાદિથી ચડી ગયા હતા, પણ હવે તેનાથી ખસી ગયા છે. અનાદિથી શુભ અને અશુભભાવને પડખે ચડ્યા હતા એ મિથ્યાત્વ ને સંસાર હતો. પરંતુ હવે એ પાપકક્ષાને ભગવાને જીતી લીધી છે એમ કહે છે. કક્ષા = ભૂમિકા; શ્રેણી; સ્થિતિ; એક બાજુનું પડખું. અહા ! સંસારનું પડખું જેમણે જીતી લીધું છે અને જેઓ સ્વભાવને પડખે ચડી ગયા છે તે અરિહંત છે. અને જેવા અરિહંત છે એવો જ તું છો એમ પણ કહેવું છે હોં.
‘તત્ત્વાનુશાસન'માં પણ આવે છે ને? અરિહંતના ધ્યાનની વાત એક શ્લોકમાં (શ્લોક ૧૮૮માં) નથી આવતી ? કે શિષ્ય કહે છે કે “તમો અરિહંતનું ધ્યાન કરો છો તે ફોગટ છે. કેમ કે તમો અરિહંત કયાં છો? તમો અરિહંત તો અત્યારે નથી અને છતાં તમે અરિહંતનું ધ્યાન કરો છો? તમારું ધ્યાન ખોટું છે.” શ્રીગુરુ કહે છે કે “સાંભળને હવે! તને ખબર નથી. અમે અત્યારે અરિહંત (-અરિહંતસ્વરૂપ જ) છીએ. કારણ કે ‘આત્મા અરિહંતસ્વરૂપ છે એમ તેનું ધ્યાન કરતાં શાંતિ વળે છે તો એનો અર્થ જ એ છે કે અમે અંદરમાં અરિહંત છીએ. અંદરમાં સાક્ષાત્ અરિહંતપદ વિના એ શાંતિ