________________
૧૨૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
જ
વિનાના સ્વભાવવાળો આત્મા જાણે છે. એટલે કે સમ્યગ્દષ્ટિ આત્માને આવો જાણે છે કે આત્મા આહાર લે કે મુકે તેવું આત્મામાં જ નથી. તથા તે ધર્મીના સ્વભાવમાં આહારની ઈચ્છા છે જ નહીં. સમકિતીને આહારની ઈચ્છારૂપ અસ્થિરતા ઉપજે છે એ વ્યવહારથી છે, નિશ્ચયથી આહારની ઈચ્છા હોતી નથી.
‘સમયસાર’ના નિર્જરા અધિકારમાં ચાર બોલ આવે છે ને? કે આહાર, પાણી, પુણ્ય અને પાપ એ ચારની ઈચ્છા સમકિતીને છે જ નહીં. (ગાથા ૨૧૦ થી ૨૧૩). એ તો પૂર્ણાનંદ પ્રભુ આત્માની અંદરમાં એકાગ્રતા કરવાની ભાવનાવાળો જીવ છે. માટે તેને આ આહારાદિની ઈચ્છા હોતી જ નથી. (કદાચ અસ્થિરતારૂપ) ઈચ્છા થાય છે તોપણ તેના ધર્મી જ્ઞાતા છે. પણ ઈચ્છાની ઈચ્છા નથી. તેમ જ ઈચ્છા વડે આહાર લઉ છું એવી વૃત્તિ પણ નથી. કેમ કે પરને લે કોણ અને છોડે કોણ? માટે એવી વૃત્તિ જ જ્ઞાનીને નથી. આવી ચીજ છે બાપુ! અહીં કહ્યું કે મુનિને અશન વિનાની મારી ચીજ છે; આહાર, પાણી તેમ જ તેની ઈચ્છા વિનાનો મારો આત્મા છે એવું અંદરમાં ભાન છે તેને જ તપ કહેવામાં આવે છે તથા તે જ તેમનું સાધકપણું ને મુનિપણું છે.
-
અહા! ભગવાન આત્મા આહાર અને આહારની ઈચ્છા વિનાનો છે. એ વાત ‘પુરુષાર્થસિદ્ધિ-ઉપાય’ની ૧૪ મી ગાથામાં આવે છે ને? કે શરીર, આહાર અને રાગ સહિત આત્મા નથી. છતાં આત્માને તેનાથી સહિત માને તો મિથ્યાત્વ છે. તો, તે વાત અહીં કહે છે કે અશન-આહારના ભાવવાળો અને અશનવાળો ભગવાન આત્મા છે જ નહીં. આનંદનું ધામ ભગવાન આત્મા તો અણાહારી છે, શુદ્ધ અખંડ આનંદાદિ ગુણોનો પીંડ પ્રભુ છે. વીતરાગી ભાવના પરિણમનવાળો આત્મા છે. તેથી તે આત્માને આહાર લેવો કે આહારની ઈચ્છા થવી તે કાંઈ છે જ નહીં. તે બન્ને ચીજથી (-આહાર અને તેની ઈચ્છાથી) આત્મવસ્તુ રહિત છે. અને આવું અર્થાત્ ઈચ્છા અને અશનના રજકણોથી—કે જે અસણં, પાણં, ખાઈમં અને સાઈમં (ભોજન, પાન, ખાદિમ અને સ્વાદિમ) છે તેનાથી —ભગવાન આત્મા રહિત છે તથા અનંત-અનંત ગુણના પરિણમન સહિત છે એવું અંતરમાં પરિણમન થાય તેને જ અહીંયા તપ કહેવામાં આવે છે.
પંચ કલ્યાણકમાં તપ કલ્યાણક આવે છે ને? તે તપ એટલે મુનિપણું. તેથી તપ કલ્યાણક એટલે મુનિપણાનું કલ્યાણક. ભગવાન આત્મા અસણં, પાણં, ખાઈમ ને સાઈમં -એ ચાર ચીજથી તેમ જ તે ચાર ચીજની ઈચ્છાથી પણ રહિત છે એવું પરિણમન થવું તેને અહીંયા તપ-મુનિ કલ્યાણક કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો પોતાનું