________________
ગાથા – ૬૩]
[૧૨૭
સ્વરૂપ અનંત આનંદાદિથી સહિત છે ને રાગ તેમ જ અશનથી રહિત છે. આવું અંદરમાં પરિણમન થાય તેને જ અહીંયા મુનિપણું ને તપ કહેવામાં આવે છે. જે વંદનીય છે તે આ મુનિપણાની અંતર્દશા છે કે જે અશનના રજકણ તેમ જ અશનની ઈચ્છારાગ વિનાની છે. આહાર લેવાની વૃત્તિ કાંઈ વંદનીક છે? (ના.) કેમ કે એ તો રાગ છે. તેમ જ આહાર પણ કાંઈ વંદનીક છે? (ના.) કેમ કે એ તો અજીવ છે. તો, અહીં કહ્યું કે ઈચ્છા અને આહાર વિનાની એવી પોતાની ચીજને જેણે દષ્ટિ, જ્ઞાન ને રમણતામાં લીધી છે તેના તે દષ્ટિ, જ્ઞાન ને રમણતા જ તેનું તપ છે તથા તે જ તેનું મુનિપણું છે. ભારે વાત ભાઈ!
અહા! મુનિ આહાર લઈ શકતા નથી. કારણ કે આહાર જડ છે. તથા આહારની ઈચ્છા થવી તે રાગ છે. તે રાગ વ્યવહાર એષણાસમિતિ છે, પણ કાંઈ આત્માનું સ્વરૂપ કે આત્માનો ગુણ નથી. માટે તે આહાર ને આહાર લેવાનો વિકલ્પ કાંઈ મુનિપણું નથી. મુનિપણું તો અંદરમાં આહાર અને તેની ઈચ્છા વિનાની જે ચીજ છે તેનો અનુભવ થવો તે છે. એટલે કે આત્મા શાંતિ, આનંદ આદિ અનંત ગુણ-સ્વભાવ સહિત છે અને રાગ તથા અશન રહિત છે એવો અંતરમાં અનુભવ થવો તેનું નામ અહીંયા તપ ને મુનિપણું કહેવામાં આવે છે. પરંતુ વ્યવહાર એષણાસમિતિ પણ, કહે છે કે, મુનિપણું નથી. તેનો અહીંયા નિષેધ કરવો છે. (હા), મુનિની ભૂમિકામાં તે હોય, પણ તે મુનિપણું નથી. કેમ કે એ વ્યવહાર એષણા સમિતિ દોષરૂપ છે. આવી વાત છે. લ્યો, નિર્દોષ આહાર લેવાની વૃત્તિ પણ રાગ છે, દોષ છે, પણ મુનિપણું નથી એમ કહે છે. આવો મારગ છે બાપુ! આ તો વીતરાગ સર્વજ્ઞનું કહેલું તત્ત્વ છે – જે બીજે ક્યાંય છે નહીં. સર્વજ્ઞ સિવાય બીજા કોઈ માર્ગમાં આ વાત છે નહીં.
કહે છે કે ત્રણકાળના સમયથી અનંતગુણા ગુણ એક જીવના છે અને તે અનંત ગુણોને ધરનાર એક દ્રવ્ય છે. અર્થાત્ ગુણ તે આધેય છે અને દ્રવ્ય તે આધાર છે. તો, આવા ભગવાન આત્માને જેણે દષ્ટિમાં લીધો તેણે અશન અને એશનની ઈચ્છા વિનાની આત્મચીજ છે એમ જોયું. અને આવી – આત્મા અશન ને તેની ઈચ્છા વિનાનો છે તેમ જોનારની—નિઈચ્છક (-નિર્વિકલ્પ) દશાને તપ અને મુનિપણું કહેવામાં આવે છે. અરે! ભગવાનની વાતનો એક ભાવ પણ જે બરાબર સમજે તો બધા ભાવ બરાબર સમજી જાય. પરંતુ જેના એકપણ ભાવ સમજવાના ઠેકાણા ન મળે તેના કોઈ ઠેકાણા નથી. તેને બીજા ભાવોનું જ્ઞાન છે એમ કહેવું તે પણ યથાર્થ નથી. જે એક