________________
૩૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
છે શ્લોક – ૭૯ ઉપરનું પ્રવચન કર્યું કામિનીઓની જે શરીરવિભૂતિ તે વિભૂતિને, હે કામી પુરુષ! જો તું મનમાં સ્મરે છે, તો મારા વચનથી તને શો લાભ થશે?”
સ્ત્રીના શરીરની સુંદરતા આદિ જે વિભૂતિ છે તે તરફ તારું વલણ જાય છે – જડ શરીરની સુંદરતા, તેના અંગની મનોજ્ઞતા વગેરે ઉપર તારું મન જાય છે – શરીરની વિભૂતિને જે તું યાદ કરે છે – તો મારા વચનથી તને શો લાભ થશે? એટલે કે અંતરસ્વરૂપમાં રમણતાપૂર્વક ચોથા વ્રતરૂપ બ્રહ્મચર્યનો શુભભાવ તને કેમ થશે? - એમ કહે છે.
શરીરની સુંદર વિભૂતિ ઉપર લક્ષ જતાં કુતૂહલતા થાય કે અહાહા! –આવી જેને વાંછા થાય છે તેને અથવા શરીરની વિભૂતિનું મનમાં સ્મરણ કરે કે અહાહા! –આવું
સ્મરણ કરનારને મારા વચનથી શો લાભ થશે? એટલે કે તેને જે શુભભાવ થવો જોઈએ તે તો તેણે કર્યો નહીં, પણ અશુભભાવ કર્યો. તેથી મુનિની ભૂમિકાને યોગ્ય ચોથું વ્રત થવું જોઈએ તે કેમ થશે? એમ કહે છે.
“અહો! આશ્ચર્ય થાય છે કે સહજ પરમતત્વને–નિજ સ્વરૂપને – છોડીને તું શા કારણે વિપુલ મોહને પામે છે!'
સહજ પરમતત્ત્વ એટલે નિજસ્વરૂપ. જુઓ, પાઠમાં જ છે ને? કે સહન પરમતત્ત્વ સ્વસ્વરૂપ કહે છે કે, અહો! સ્વાભાવિક પરમતત્ત્વ એવો જે આનંદ-અમૃતનો સાગર પ્રભુ આત્મા છે – ત્રિકાળી અતીન્દ્રિય આનંદસ્વરૂપ એવું જે પોતાનું પૂર્ણ પરમતત્ત્વ છે - તે સ્વસ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ છે. છતાં અરે! આવા આનંદસ્વરૂપ ભગવાન આત્માને રુચિ-દષ્ટિમાંથી છોડી દઈને તને પરનો પ્રેમ થાય તો, એનો અર્થ એ થયો કે, આત્માના આનંદનો પ્રેમ તને નથી.
અહા આત્માના સ્વભાવમાં અતીન્દ્રિય આનંદરૂપ અમૃત છે કે જેના એક અંશના સ્વાદ આગળ ઈંદ્રના ઈંદ્રાસન પણ મરેલાં મીંદડા અને કૂતરાના સડેલા મડદાં જેવા લાગે. આવા નિજ પરમ સ્વરૂપમય આનંદને ભૂલીને, કહે છે કે, તું શા માટે વિપુલ મોહને પામે છે? શા કારણે તને પરનો પ્રેમ થાય છે? બ્રહ્માનંદસ્વરૂપ ભગવાન આત્મા પરમ અતીન્દ્રિય આનંદથી ભરેલો પ્રભુ છે. છતાં તેને છોડીને તું શા કારણે પરમાં મોહ કરે