________________
ગાથા – ૫૯]
[૩૫
છે? શું તારી પાસે આનંદ નથી કે જેથી તું ‘પરમાં આનંદ છે' એમ વાંછા કરીને ત્યાં આનંદ શોધવા જા છો? - પરમાં સુખ મેળવવા જ છો? એમ કહે છે.
કહે છે કે તું શા કારણે વિપુલ મોહને પામે છે? કારણ કે વ્રતધારીની તો પરમ આનંદમય સ્વરૂપમાં સાવધાની જોઈએ. છતાં તેને સ્થાને તું પરમાં સાવધાની-મોહને પામે છે તે શા કારણે? શું થયું છે તને? શું તને ભ્રમણાનું ભૂતડું વળગ્યું છે? પરમતત્ત્વનિજસ્વરૂપ-સ્વસ્વરૂપ-એવા અતીન્દ્રિય આનંદમય ભગવાન આત્માનો આશ્રય અથવા તેનું અવલંબન છોડી દઈને તું પરમાં વિપુલ મોહ કરે છે તો તને આ શું થયું છે? શા કારણે તું વિપુલ મોહને પામે છે? તેનું કારણ આ છે કે તને પરનો પ્રેમ છે, પણ સ્વનો પ્રેમ નથી. અતીંદ્રિય આનંદમય એવું જે પોતાનું ત્રિકાળી સ્વરૂપ છે તેનો તને પ્રેમ નથી એટલે કે તેની રુચિ નથી, તે પોસાતું નથી. આમ કહીને, પોતે (-આત્મા) કે જે પરમાનંદસ્વરૂપ એવો પરમાત્મા છે તેનો અર્થાતુ પોતે અતીન્દ્રિય આનંદથી છલોછલ ભરેલું તત્ત્વ છે તેનો જે સ્વીકાર હોય તો પરમાં મોહ થવાનો પ્રસંગ જ રહેતો નથી એમ કહે છે. અને જો પરમાં મોહ થાય છે તો તેને પોતાના પરમાનંદસ્વભાવની દષ્ટિ કે રુચિ જ નથી. તેણે પરમાનંદમય એવા પોતાના નિજસ્વભાવને શ્રદ્ધામાં લીધો જ નથી. મતલબ કે પરમાં—સ્ત્રીનું સુંદર શરીર અને તેના મનોજ્ઞ અંગો દેખીને તેમાં – જે તને કુતૂહલતા કે વાંછા થાય છે તો તે પરમાનંદસ્વભાવી આત્માનો ભાવ (-આદર) છોડી દીધો છે, તને પરમાનંદમય આત્મસ્વભાવનો પ્રેમ, દષ્ટિ કે રુચિ નથી. તે તારો અનાદર કરીને પરનોમોહનો આદર કર્યો છે.
અહા! સહજ પરમતત્ત્વ કહેતાં વસ્તુ સ્વાભાવિક છે અર્થાત્ તું (આત્મા) સહજસ્વરૂપે રહેલો છો, અતીન્દ્રિય જ્ઞાન અને આનંદસ્વભાવવાળું સહજ તત્ત્વ છો. છતાં, આવું જે તારું સ્વસ્વરૂપ છે તેનો આદર – પ્રેમ છોડી દઈને તને આ સુંદર સ્ત્રીના અંગ-ઉપાંગમાં કુતૂહલતા કેમ થાય છે? આત્માની કુતૂહલતા કરીને તેમાં ઠરવું જોઈએ તેને બદલે તને આ પરની કુતૂહલતા કેમ થાય છે? પરમાનંદસ્વરૂપ ભગવાન આત્માની ભાવના થવી જોઈએ તેને બદલે તે વળી આ પરની ભાવના ક્યાં (કેમ) કરી? શું થયું છે તને? તને મિથ્યાત્વનું ભૂતડું વળગ્યું લાગે છે.
મારા વચનથી તને શો લાભ થશે?' એટલે શું? મુનિનો ભાવ (-આશય) તો વીતરાગ ભાવ બતાવવાનો છે અને તે ભૂમિકામાં