________________
ગાથા – ૫૯]
[૩૩
(શ્લોકાર્થ:-) કામિનીઓની જે શરીરવિભૂતિ તે વિભૂતિને, હે કામી પુરુષ ! જે તું મનમાં સ્મરે છે, તો મારા વચનથી તને શો લાભ થશે ? અહો ! આશ્ચર્ય થાય છે કે સહજ પરમતત્વને – નિજ સ્વરૂપને - છોડીને તું શા કારણે વિપુલ મોહને પામે છે ! ૭૯.
( ગાથા - ૫૯ ઉપરનું પ્રવચન “આ, ચોથા વ્રતના સ્વરૂપનું કથન છે.” ચોથું વ્રત કોને કહેવાય તે કહે છે.
“સુંદર કામિનીઓનાં મનોહર અંગના નિરીક્ષણ દ્વારા ઊપજતી કુતૂહલતાનાચિત્તવાંછાના-પરિત્યાગથી, અથવા પુરુષવેદોદય નામનો જે નોકવાયનો તીવ્ર ઉદય તેને લીધે ઊપજતી મૈથુનસંજ્ઞાના પરિત્યાગસ્વરૂપ શુભ પરિણામથી, બ્રહ્મચર્યવ્રત હોય છે.”
નિરીક્ષણ એટલે જોવું. આવું સુંદર રૂપ! – એવી કુતૂહલતાનો-વાંછાનો પરિત્યાગ અર્થાત્ સર્વથા ત્યાગ તે ચોથું વ્રત છે. અથવા અંદર પુરુષવેદનો ઉદય આવતાં તેને લીધે ઊપજતી મૈથુનસંજ્ઞાનો પરિત્યાગ તે ચોથું વ્રત છે. લ્યો, અહીં તો વેદનો ઉદય થતાં પરિણામમાં મૈથુનના ભાવ થવા ન દેવા અને શુભભાવ થાય તેને બ્રહ્મચર્યવ્રત કહ્યું છે. વેદકર્મનો ઉદય હોવા છતાં તેના તરફના જોડાણનો ભાવ છૂટીને શુભભાવ રહે તેને ચોથું વ્રત કહેવામાં આવે છે. આ વ્રત, જે સમ્યગ્દર્શન સહિત છે તે મુનિને હોય છે. જુઓ, અહીં વેદનો તીવ્ર ઉદય લીધો છે હો કે વેદનો ઉદય તીવ્ર હોવા છતાં આત્મામાં વિષયવાસનાના પરિત્યાગસ્વરૂપ શુભ પરિણામ થાય તેને અહીંયા બ્રહ્મચર્યવ્રત–ચોથું વ્રત –કહેવામાં આવે છે.