________________
ગાથા – ૬૦]
[૪૯
આધારની ગાથા ઉપરનું પ્રવચન
મુનિને (અંતરંગમાં) ત્રણ કષાયનો અભાવ હોય છે અને બાહ્યમાં વસ્ત્ર-પાત્રાદિનો પરિગ્રહ કે તેનો રાગ હોતો નથી. આવો અપરિગ્રહવ્રતનો શુભોપયોગ-રાગ તેમની અંતર શુદ્ધપરિણતિ સાથે હોય છે. સર્વ પરિગ્રહ રહિત એવો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યદ્રવ્ય છે – વીતરાગસ્વભાવી વસ્તુ છે. હવે તેનો આશ્રય લઈને જે વીતરાગી શુદ્ધપરિણતિ પ્રગટ થઈ તે મુનિપણાની નિશ્ચયદશા છે અને તે ભૂમિકામાં બાહ્ય પરિગ્રહના ત્યાગનો વિકલ્પશુભરાગ ઉઠે તેને વ્યવહારવ્રત કહેવામાં આવે છે. છતાં તે વ્રત પણ મારું સ્વરૂપ નથી એમ મુનિ જાણે છે. એ જ જુઓ, હવે કહે છે. જરી ઝીણી વાત છે!
અહીં પરિગ્રહની વ્યાખ્યા છે ને? એટલે આ ગાથાનો આધાર આપે છે.
પરિગ્રહ = પરિ + ગ્રહ = સમસ્ત પ્રકારે જેમાં સ્વપણું રહ્યું છે તે. તેથી ભગવાન આત્માનો પરિગ્રહ અનંત આનંદાદિ છે. જ્ઞાન, આનંદ આદિ સ્વરૂપ તે આત્માનો પરિગ્રહ છે. અને આવો શુદ્ધ ચૈતન્ય આનંદઘન વીતરાગમૂર્તિ પ્રભુ આત્મા એ ધર્મીનું સ્વ છે, ધર્માંનો પરિગ્રહ છે.
વ્રતની વાત આગળ પાઠમાં (૬૦ મી ગાથામાં) આવી ગઈ છે. હવે અહીં (સમયસારની ગાથાનો) આધાર આપે છે કે ‘જો પરદ્રવ્ય-પરિગ્રહ મારો હોય તો હું અજીવપણાને પામું.' જુઓ, ન્યાય કેવો આપે છે ? કે, શુભાશુભવિકલ્પરૂપ રાગાદિ પણ જો મારા હોય તો, રાગ મારા સ્વભાવથી ભિન્ન ચીજ છે માટે અચેતન હોવાથી, હું અજીવપણાને પામું. પણ ધર્મીની દૃષ્ટિમાં સમકિતથી માંડીને (પૂર્ણતા સુધી) એકલો શુદ્ધ આનંદધામ ચૈતન્ય આત્મા જ હોય છે. એ જ તેની દૃષ્ટિનો વિષય છે, એ જ તેની ચીજ છે. તેથી આવી તેની દૃષ્ટિ હોવાથી રાગનો પરિગ્રહ તેને હોતો નથી.
મુનિને પરિગ્રહ રહિતપણું હોય છે અને અત્યારે અહીંયા મુનિની પ્રધાનતાથી વ્યાખ્યા છે કે મુનિ એમ વિચારે છે કે રાગાદિનો કણ કે બાહ્ય રજકણ પણ મારો હોય-થાય તો, તે અજીવ છે તેથી, હું અજીવ થઈ જાઉં વિકલ્પથી માંડીને પરદ્રવ્ય-પરિગ્રહ જો મારો હોય તો હું અજીવપણાને પામું. અહીંયા અત્યારે નિર્મળ પર્યાય પરદ્રવ્ય છે એ વાત લેવી નથી. પરંતુ મહાવ્રતનો શુભરાગ-વિકલ્પ અચેતન છે, આત્માનું સ્વરૂપ નથી એમ કહેવું છે. મહાવ્રત તે રાગ છે ને? વિકલ્પ છે ને? માટે તે અચેતન છે. તે અચેતન છે એટલે