________________
૪૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અહા! પોતે ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ છે. તેની શુદ્ધપરિણતિ કે જે નિર્મળ વીતરાગી નિર્વિકલ્પ દશા છે તે – પછીના શુદ્ધોપયોગનું કારણ છે. કેમ કે પૂર્વપર્યાય તે ઉપાદાન કારણ અને પછીની પર્યાય તે કાર્ય એમ આવે છે ને? શુદ્ધપરિણતિનો વ્યય થઈને શુદ્ધોપયોગ ઉત્પન્ન થાય છે. માટે શુદ્ધપરિણતિરૂપ પર્યાય તે ઉપાદાનકારણ છે અને તેના પછી જે શુદ્ધોપયોગ આવે છે તે ઉપાદેય – તેનું કાર્ય છે. “સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષામાં એમ આવે છે ને? કે પૂર્વપરિણામયુ રામાવેન વર્તત દ્રવ્ય / ૩ત્તરપરિણામયુ તત્ વ પર્વ છાર્ય ભવેત્ નિયમાન્ II (ગા.રરર, ર૩૦) જુઓ, એકલા પરિણામ પણ કારણ નહીં અને એકલું દ્રવ્ય પણ કારણ નહીં, પરંતુ ‘પૂર્વપરિણામયુ રળમાવેન વર્તત દ્રવ્ય” એમ કહ્યું છે. અર્થાત્ દ્રવ્ય અને પર્યાય–બન્ને ભેગા લઈને કારણ કહ્યું છે.
અહીં કહ્યું કે છઠ્ઠા ગુણસ્થાનની શુદ્ધપરિણતિ સાતમા ગુણસ્થાનના શુદ્ધોપયોગનો હેતુ થાય છે અને તે શુદ્ધોપયોગ મોક્ષનો હેતુ થાય છે.
આ રીતે આ શુદ્ધપરિણતિમાં રહેલા મોક્ષના પરંપરાહેતુપણાનો આરોપ તેની સાથે રહેલા શુભોપયોગમાં કરીને વ્યવહારવ્રતને મોક્ષની પરંપરાહતુ કહેવામાં આવે છે.”
લ્યો, શુદ્ધપરિણતિમાં મોક્ષની પરંપરાહેતુ રહેલો છે એમ કહે છે. કારણ કે મોક્ષનું સીધુ કારણ શુદ્ધોપયોગ છે અને તે શુદ્ધોપયોગનું કારણ શુદ્ધપરિણતિ છે. માટે શુદ્ધપરિણતિ મોક્ષનું પરંપરા કારણ થઈ. શું કહ્યું? કે છઠ્ઠી ગુણસ્થાનની શુદ્ધપરિણતિ શુદ્ધોપયોગનું કારણ છે અને શુદ્રોપયોગ મોક્ષનું કારણ છે. તેથી શુદ્ધપરિણતિ મોક્ષનું પરંપરા કારણ થઈ. અને તે શુદ્ધપરિણતિનો કે જે મોક્ષનું પરંપરા કારણ છે તેનો—આરોપ શુભોપયોગમાં આપ્યો છે. અર્થાત્ શુભોપયોગમાં મોક્ષના પરંપરા કારણનો (માત્ર) આરોપ આપ્યો છે. ખરેખર મોક્ષનું યથાર્થ પરંપરા કારણ તો શુદ્ધપરિણતિ છે.
‘જ્યાં શુદ્ધપરિણતિ જ ન હોય ત્યાં વર્તતા શુભોપયોગમાં મોક્ષના પરંપરાહતુપણાનો આરોપ પણ કરી શકાતો નથી, કેમ કે જ્યાં મોક્ષનો યથાર્થ પરંપરાહેતુ પ્રગટ્યો જ નથી - વિદ્યમાન જ નથી ત્યાં શુભોપયોગમાં આરોપ કોનો કરવો?'
અજ્ઞાનીને શુદ્ધપરિણતિ નથી. તેથી જેને મોક્ષનું યથાર્થપણે પરંપરા કારણ કહેવાય તે કારણ પણ નથી. તેથી આરોપ કોનો કરવો? – એમ કહે છે.