________________
ગાથા – ૭૩]
[૨૭૩
ભગવાન પાસેથી સાંભળેલું છે, પણ માત્ર સાંભળીને જ કહે છે એમ નથી. પણ શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્માના અવલંબે તેમની દશા પવિત્ર થઈ ગઈ છે અને તે દશાના પરિણમનપૂર્વક તેઓ પંચાસ્તિકાયનું કથન કરે છે.
જુઓ, “મહા પંચાસ્તિકાય એમ ભાષા લીધી છે ને? મતલબ કે જેનો ક્યાંય અંત નથી એવું લોકાલોકમય આકાશ એ આકાશાસ્તિકાય છે, એક એક જીવ અસંખ્ય પ્રદેશી છે અને એવા અનંત આત્માઓ એ જીવાસ્તિકાય છે, જીવથી અનંત ગુણા પરમાણુઓ એ પુદ્ગલાસ્તિકાય છે તેમ જ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે. - આવી મહા પંચાસ્તિકાયની મર્યાદા-સ્થિતિ છે અને તેને આચાર્યદેવ સમજાવે છે. અહા! જગતમાં એક જ આત્મા છે અથવા તો અનંત આત્મા જ છે એમ નથી. પરંતુ જગતમાં અનંત આત્માઓ છે, અનંત પરમાણુઓ છે, એક ધર્માસ્તિકાય છે, એક અધર્માસ્તિકાય છે અને એક આકાશ છે. –આવા પાંચ અસ્તિકાય જગતમાં છે. “અસ્તિ' એટલે છે અને ‘કાય' એટલે ઘણા પ્રદેશનો સમૂહ. અરે! લૌકિકથી આ ભાષા પણ જુદી જાતની છે. આવું સ્વરૂપ છે!
અહીં કહ્યું કે, જેમનું જ્ઞાનસ્વરૂપ અંદર વીતરાગભાવે પરિણમી ગયું છે તે આચાર્યદેવ જ્ઞાનના પરિણમનના બળ વડે આકાશાદિ મહા પંચાસ્તિકાયની સ્થિતિ સમજવે છે. કેમ કે તેઓ આચાર્ય છે ને?
વિપુલ અચંચળ યોગમાં (વિકસિત સ્થિર સમાધિમાં) જેમની બુદ્ધિ નિપુણ છે.” વિપુલ અચંચળ યોગ કહેતાં વિકસિત સ્થિર આનંદમય સમાધિ અર્થાતુ અકષાય શાંતિ. કહે છે કે વીતરાગ ભાવમય શાંતિના પરિણમનરૂપ સમાધિમાં - આનંદમય શાંતિરૂપ સમાધિમાં – જેમની બુદ્ધિ નિપુણ છે... આ સમાધિ એટલે બહારના બાવા અને જોગી સમાધિ કરે (-લગાવે) છે તેની વાત નથી હોં. લોગસ્સસૂત્ર'માં પણ આવે છે ને? કે ‘સમાવિવરમુત્તમં કિંતુ'. પણ અર્થ કોને આવડે? ક્રિયાકાંડી તો “અર્થ ભગવાન જાણે” એમ કહે છે. ‘સમાવિરમુત્તમ દિંતુ' નો અર્થ શું છે? કે (હે ભગવાન!) મને ઉત્તમ સમાધિ આપો.
તે કઈ સમાધિ ? બહારના બાવા કરે છે તે સમાધિ? | (ના.) અહીંયા તો આધિ-વ્યાધિ-ઉપાધિ રહિત આત્માની વીતરાગી શાંતિને સમાધિ કહે છે. આધિ નામ મનના સંકલ્પ-વિકલ્પ, વ્યાધિ નામ શરીરના રોગ અને