________________
ગાથા – ૬૦]
[૪૩
શ્રોતા:- જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય જ છે એમ ને? પૂજ્ય ગુરુદેવશ્રી:- (હા,) જ્ઞાનમય જ છે. તેને તો રાગનુંય જ્ઞાન છે. કેમ કે રાગ મારો છે એવી માન્યતા જ્ઞાનીને ક્યાં છે? દ્રવ્યનું જ્ઞાન, ગુણનું જ્ઞાન, પર્યાયનું જ્ઞાન, રાગનું જ્ઞાન અને નિમિત્તનું પણ જ્ઞાન. આ રીતે જ્ઞાનીને જ્ઞાન...જ્ઞાન...જ્ઞાન જ છે.
અહીં કહ્યું કે જ્યાં શુદ્ધ પરિણતિ નથી ત્યાં શુભોપયોગને વ્યવહાર વ્રત પણ કહેવાતો નથી. લ્યો, હજુ અજ્ઞાનીને ચોથા ગુણસ્થાનના ઠેકાણાં ન મળે અને પાંચમા ને છઠ્ઠા ગુણસ્થાનના વ્રત લઈને માને છે કે અમને શ્રાવકપણું અને મુનિપણું પ્રગટ થયું છે.
ટીકા:- અહીં (આ ગાથામાં) પાંચમા વ્રતનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે.
જુઓ, પાઠમાં છે ને? કે ‘સર્વેસિં થાળ વા' ! એટલે તેમાંથી ત્રિકાળી દ્રવ્યની વાત કાઢી કે ત્રિકાળી તત્ત્વ પ્રભુ ભગવાન આત્મા “સકળ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ છે. તથા ‘ગિરવેqમાવાપુવૅ” – એમ પણ શબ્દ છે ને? તો તેનો અર્થ અહીં ટીકામાં આ કર્યો કે ‘નિજ કારણપરમાત્માના સ્વરૂપમાં અવસ્થિત થવું એટલે કે પોતાના પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્માના સ્વરૂપમાં અવસ્થિત થવું તે ભાવના છે અને આવી અવસ્થિતિપૂર્વક વ્રત હોય એમ કહેવું છે.
અહા! ‘ગિરવેqમાવાળું - નિરપેક્ષ ભાવનાપૂર્વક' એમ પાઠમાં શબ્દ પડ્યો છે એટલે તેમાંથી આત્માની નિરપેક્ષ ભાવના (-સ્વરૂપમાં અવસ્થિત) એવો અર્થ તો ટીકામાં કહ્યો, પરંતુ તે પહેલાં તેમાંથી એમ પણ કહ્યું કે ત્રિકાળી તત્ત્વ છે તે નિરપેક્ષ છે. નિરપેક્ષ ભાવના' કહેતાં એ વીતરાગ પર્યાય થઈ. તે ઉપરાંત) ત્રિકાળી તત્ત્વ પણ નિરપેક્ષ છે એમ કહે છે. તે નિરપેક્ષ ત્રિકાળી તત્ત્વના સ્વરૂપની ભાવનાને એટલે કે તેમાં અવસ્થિતિને નિરપેક્ષ ભાવના કહેવામાં આવે છે. આ શું કહેવાય છે કે, પ્રથમ તો, હજુ યાદ રહેવું મુશ્કેલ છે. આવી ઝીણી વાત છે. અજ્ઞાનીને આ વાત એવી લાગે છે કે શરીરનું કરવાની, વાણી બોલવાની, કે વિકલ્પ વાંચન કરવાની વાત નહીં – કાંઈ કરવાની વાત નહીં અને સીધી આત્માની ભાવનાની વાત?
અહા! અહીંયા પહેલાં ભગવાનને (-આત્માને) સંભારે છે. જેમ કોઈ કામ કરતાં પહેલાં કહે છે ને? કે ‘નમો અરિહંતા'. તેમ અહીંયા ‘મો પરમ નિરપેક્ષ પરમાત્મા’ એમ કહે છે. આ રીતે જ્યાં હોય ત્યાં પહેલાં ભગવાનને (-આત્માને) યાદ કરે છે. અરે! અજ્ઞાની તો રાગના અર્થાત્ પુણ્ય-પાપના પ્રેમમાં રચ્યોપચ્યો હોય છે. તે રાગમાં જ પૂર્ણ અસ્તિ