________________
૪૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
માનીને બેઠો છે, એટલે તેને આ ચીજ શું (-કેવી) છે તે વાત કાને પડતાં, જાણે કે આ ‘બફમું હોય એમ લાગે છે. એટલે કે શું આવી અતિ હશે? એમ તેને થાય છે. પણ અહીંયા તો કહે છે કે તારા વિકારી પરિણામની પાછળ મહા નિરપેક્ષ અર્થાતુ સર્વ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ મહા પ્રભુ આત્મા બિરાજે છે.
જુઓ, અહીંયા ‘સર્વેસિં થાળ વાળો રિવેર્વમાવાપુવં' કહીને પર્યાયની વાત તો લેવી છે, પરંતુ તેમાંથી ત્રિકાળી દ્રવ્યની વાત પણ (મુનિરાજે) કાઢી છે. એટલે કે ‘સર્વ પરિગ્રહના ત્યાગસ્વરૂપ નિરપેક્ષ ભાવના-સ્થિરતા' એમ જે શબ્દો છે તેમાંથી (મુનિરાજે) આ કહ્યું કે આત્મા ત્રિકાળી નિરપેક્ષ ભાવ છે. આ રીતે પર્યાયની વાતમાંથી દ્રવ્યની વાત કાઢી છે. અહા! આનંદરૂપ અમૃતથી ભરેલો-ઉછળતો આત્મા છે. એ વાત ૪૭ શક્તિમાં નથી આવતી? કે અનંત શક્તિઓ-અનંત ગુણો ઉછળે છે. એટલે કે પર્યાયમાં અનંત ગુણો પ્રગટ થાય છે. તેથી જ્ઞાન ઉછળે છે તેની સાથે આનંદ પણ ઉછળે છે. આમ ત્યાં આવે છે ને?
અહીં કહે છે કે એક સમયમાં અનંત...અનંત...પવિત્ર ગુણોનો એક પિંડ એવો એ ભગવાન આત્મા પોતે સર્વ પરિગ્રહના ત્યાગસ્વરૂપ છે. આવો નિજ કારણપરમાત્મા છે... જુઓ, ‘નિજ કારણપરમાત્મા’ કહીને પોતાનો કારણપરમાત્મા કહ્યો છે – કે જે ત્રિકાળી સ્વરૂપ છે, શક્તિનું આખું સત્ત્વ છે, પૂર્ણ-અનંત ગુણોનો એકરૂપ પિંડ છે અને જે અભેદ, એક, નિત્ય-શાશ્વત તત્ત્વ છે. આવા પોતાના સ્વરૂપમાં જે અવસ્થિત છે એટલે કે નિજ કારણપરમાત્માના સ્વરૂપની જેને ભાવના છે – તેમાં જેની એકાગ્રતા છે – તે પરમસંયમી છે. અનાદિથી રાગમાં અને પુણ્યમાં અવસ્થિત હતો તે હવે પોતાના પરમાત્મસ્વરૂપમાં અવસ્થિત છે. અને આવી ભાવના (-અવસ્થિતિ) સહિત જે હોય તેને પાંચમું વ્રત હોય એમ સિદ્ધ કરવું છે. લ્યો, પાઠમાં શબ્દ છે ને? કે ‘માવ'. તો, ભાવના એટલે અવસ્થિત (એમ ટીકામાં અર્થ ર્યો છે.) અવસ્થિત = અવ + સ્થિત= નિશ્ચયે સ્થિત.
અહા! ત્રિકાળી જ્ઞાયક આત્મા આનંદસ્વરૂપ છે. અને એ ચીજ તો સર્વ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ જ છે, તેથી તેને કાંઈ છોડવું પણ નથી તેમ જ કાંઈ ગ્રહવું પણ નથી. આવો નિજ કારણપરમાત્મા... જુઓ, નિજ કારણપરમાત્મા એટલે પોતાનો સ્વભાવ હો. પણ બીજા કોઈ ભગવાન કે ઈશ્વર નહીં. પોતે જ નિજ કારણપરમાત્મા છે અને આવા પૂર્ણસ્વરૂપ પોતાના ભગવાન આત્મામાં અવસ્થિત થવું તેનું નામ મોક્ષનો માર્ગ–સ્વભાવભાવની ભાવના–છે. એટલે કે ત્રિકાળી ભાવની—ત્રિકાળ જ્ઞાયક સ્વભાવી ભગવાન આત્માની–એકાગ્રતા તે ત્રિકાળી ભાવની ભાવના છે.