________________
ગાથા – ૬૩]
[૧૩૧
અહા! નિશ્ચયથી અનાહારી તો એ છે કે જેને નિર્દોષ આહાર લેવાના વિકલ્પ સહિત નિર્દોષ આહાર લેવો એ પણ નથી. આવા અનાહારી મુનિ છે અને અહીંયા કલશમાં) પહેલાં આવું અનાહારીપણું સિદ્ધ કર્યું છે.
શું કહ્યું એ?
કે પહેલાં તો, એષણા–નિર્દોષ આહાર લેવાની ઈચ્છા-વૃત્તિ ને અશન વિનાનો આત્મા છે એવું જેને આત્માનું ભાન વર્તે છે તે (મુનિ) અનાહારી છે એમ કહ્યું. પછી બીજી રીતે (અનાહારીપણું એમ) કહ્યું કે જેને ચરણાનુયોગની વિધિ પ્રમાણે એષણા સમિતિ સહિત નિર્દોષ આહાર-પાણી લેવાની વૃત્તિ છે અને જે એ રીતે આહારાદિ લે છે તેને ચરણાનુયોગની અપેક્ષાએ અનાહારી કહેવામાં આવે છે. તેને એષણાની (-આહારની) વૃત્તિ હોવા છતાંપણ, નિર્દોષ આહાર લેવાની વૃત્તિ છે તેથી, વ્યવહાર અનાહારી કહેવામાં આવે છે. ભારે વાત ભાઈ! આ, પ્રવચનસારમાં ચરણાનુયોગનો અધિકાર છે તેની ગાથા છે ને? એટલે ચરણાનુયોગની અપેક્ષાએ પણ અનાહારીપણાની વાત કરી છે.
તો, કહ્યું કે : (૧) આહાર ને આહાર લેવાની ઈચ્છા વિનાનો આત્મા છે એવો અનુભવ જેને વર્તે છે તે (મુનિ) અનાહારી છે. તેમ જ (૨) પોતાના માટે કરેલા, કરાવેલા કે પોતાની અનુમોદનાવાળા આહાર રહિત નિર્દોષ આહાર એષણાસમિતિની શુદ્ધિપૂર્વક લેવાનો જેને વિકલ્પ-વૃત્તિ છે તેને ચરણાનુયોગની અપેક્ષાએ અનાહારી કહેવામાં આવે છે.
છેઆધારના શ્લોક ઉપરનું પ્રવચન છે જેણે અધ્યાત્મના સારનો નિશ્ચય કર્યો છે........”
મુનિ કેવા છે? કે જેણે અધ્યાત્મના સારનો અર્થાત્ આનંદકંદ, અનાકુળ શાંતિનો પીંડ પ્રભુ આત્માનો સમ્યગ્દર્શનમાં નિશ્ચય કર્યો છે.
જે અત્યંત યમનિયમ સહિત છે......” (મુનિ) અત્યંત યમનિયમની જે વિધિ છે તે સહિત છે. જેનો આત્મા બહારથી અને અંદરથી શાંત થયો છે....”