________________
૧૩૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
શુદ્ધ થાય તેને મુનિપણું ને તપ કહેવામાં આવે છે અને આ રીતે મુનિને માને તો યથાર્થ છે. આ સિવાય આનાથી વિપરીત માને તો તેની દષ્ટિ વિપરીત છે. શાસ્ત્રમાં આવે છે ને? કે સાધુને કુસાધુ માને તો મિથ્યાત્વ, કુસાધુને સાધુ માને તો મિથ્યાત્વ. તો એ શું કહ્યું? શું એ માત્ર વાત જ છે? (ના, તેનો ઊંડો મર્મ છે.)
અહીં કહ્યું કે જેનો ભગવાન આત્મા એષણા રહિત છે એટલે કે અનશનસ્વભાવી આત્માને જાણતો હોવાથી “આહાર લેવો તેવી વૃત્તિ અને આહાર તે બન્ને વિનાનો જે આત્મા છે તેને તપ છે.
‘(વળી) તેને પ્રાપ્ત કરવા માટે (અનશનસ્વભાવી આત્માને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે) પ્રયત્ન કરનારા એવા જે શ્રમણો તેમને અન્ય (-સ્વરૂપથી જુદી એવી) ભિક્ષા એષણા વિના (-એષણાદોષ રહિત) હોય છે, તેથી તે શ્રમણો અનાહારી છે.”
આહાર ને ઈચ્છા વિનાનું જ મારું તત્ત્વ છે એવો સ્વીકાર તો ધર્મને પણ દષ્ટિમાં, જ્ઞાનમાં વર્તે છે. પણ હવે તે ઉપરાંત તેને પૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે અંદર આનંદસ્વરૂપ આત્મામાં પ્રયત્ન કરનારા શ્રમણોને આહારાદિ એષણાદોષ રહિત હોય છે અને તેથી તે શ્રમણો અનાહારી છે એમ કહે છે. (જુઓ, અનાહારીપણું બે રીતે કહ્યું:) (૧) એક રીતે અનાહારી એટલે (મુનિનો) આત્મા આહાર ને તેની ઈચ્છા વિનાનો છે,
તેથી મુનિ અનાહારી છે. અને (૨) બીજી રીતે અનાહારી એટલે મુનિ જે આહાર લે છે તે નિર્દોષ – ૪૬ દોષ રહિત
અને એષણાસમિતિ સહિત – લે છે. તેથી તે અપેક્ષાએ મુનિને અનાહારી કહેવામાં આવે છે. આ ચરણાનુયોગનું કથન છે. શું કહ્યું એ?
કે (૧) આત્મવસ્તુ પોતે જ અનાહારી – આહાર ને તેની ઈચ્છા વિનાની – છે એવો (મુનિને) અનુભવ છે, (તેથી મુનિ અનાહારી છે.) અને (૨) તેઓ જે આહાર લે છે તે એષણાદોષ રહિત હોય છે. માટે તેમને ચરણાનુયોગની અપેક્ષાએ અનાહારી કહેવામાં આવે છે.