________________
હું ગાથા - ૬૨ છે
पेसुण्णहासकक्सपरणिंदप्पप्पसंसियं वयणं । परिचत्ता सपरहिदं भासासमिदी वदंतस्स ॥६२॥ पैशून्यहास्यकर्कशपरनिन्दात्मप्रशंसितं वचनम् ।
परित्यज्य स्वपरहितं भाषासमितिर्वदतः ॥६२।। નિજસ્તવન, પરનિંદા, પિશુનતા, હાસ્ય, કર્કશ વચનને
છોડી સ્વપરહિત જે વદે, ભાષાસમિતિ તેહને. ૬૨. અન્વયાર્થ:- (ઉશૂન્યદાચાપરેનિન્દ્રાત્મપ્રસિત વનમ) પૈશૂન્ય (ચાડી), હાસ્ય, કર્કશ ભાષા, પરનિંદા અને આત્મપ્રશંસારૂપ વચનો (પરિત્યન્ચ) પરિત્યાગીને (સ્વાદિત વત:) જે સ્વપરહિતરૂપ વચનો બોલે છે, તેને (ભાષાસમિતિ) ભાષાસમિતિ હોય છે.
ટીકા:- અહીં ભાષાસમિતિનું સ્વરૂપ કહ્યું છે.
ચાડીખોર માણસના મુખમાંથી નીકળેલાં અને રાજાના કાનની નિકટ પહોંચેલાં, કોઈ એક પુરુષ, કોઈ એક કુટુંબ કે કોઈ એક ગામને મહા વિપત્તિના કારણભૂત એવાં વચનો તે પૈશૂન્ય છે. કયાંક ક્યારેક કોઈક પરજનોના વિકૃત રૂપને અવલોકીને અથવા સાંભળીને હાસ્ય નામના નોકષાયથી ઉત્પન્ન થતું, જરાક શુભ સાથે મિશ્રિત હોવા છતાં અશુભ કર્મનું કારણ, પુરુષના મુખના વિકાર સાથે સંબંધવાળું, તે હાસ્યકર્મ છે. કાનના છિદ્રની નજીક પહોંચવામાત્રથી જે બીજાઓને અપ્રીતિ ઉપજાવે છે તે કર્કશ વચનો છે. બીજાનાં વિદ્યમાન-અવિદ્યમાન દૂષણપૂર્વકનાં વચનો (અર્થાતુ પરના સાચા તેમ જ જૂઠા દોષો કહેનારાં વચનો) તે પરનિંદા છે. પોતાના વિદ્યમાન-અવિદ્યમાન ગુણોની સ્તુતિ તે આત્મપ્રશંસા છે.—આ બધાં અપ્રશસ્ત વચનો પરિત્યાગીને સ્વ તેમ જ પરને શુભ અને શુદ્ધ પરિણતિના કારણભૂત વચનો તે ભાષાસમિતિ છે.
એવી રીતે (આચાર્યવર) શ્રી ગુણભદ્રસ્વામીએ (આત્માનુશાસનમાં રર૬ મા લોક દ્વારા) કહ્યું છે કે: