________________
૧૦૦]
(માલિની)
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
सर्व सावद्यदूराः शांतसर्वप्रचाराः ।
“સમધિગતસમસ્તા: स्वहितनिहितचित्ताः स्वपरसफल जल्पा: सर्वसंकल्पमुक्ताः कथमिह न विमुक्तेर्भाजनं ते विमुक्ताः ॥"
‘(શ્લોકાર્થ:-) જેમણે બધું (વસ્તુસ્વરૂપ) જાણી લીધું છે, જેઓ સર્વ સાવધથી દૂર છે, જેમણે સ્વહિતમાં ચિત્તને સ્થાપ્યું છે, જેમને સર્વ *પ્રચાર શાંત થયો છે, જેમની ભાષા સ્વપરને સફળ (હિતરૂપ) છે, જેઓ સર્વ સંકલ્પ રહિત છે, તે વિમુક્ત પુરુષો આ લોકમાં વિમુક્તિનું ભાજન કેમ ન હોય ? (અર્થાત્ આવા મુનિજનો અવશ્ય મોક્ષનાં પાત્ર છે.)’
વળી (૬૨ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):(અનુષ્ટમ)
परब्रह्मण्यनुष्ठाननिरतानां मनीषिणाम् । अन्तरैरप्यलं जल्पैः बहिर्जल्पैश्च किं पुनः ॥ ८५ ॥
(શ્લોકાર્થ:-) પરબ્રહ્મના અનુષ્ઠાનમાં નિરત (અર્થાત્ પરમાત્માના આચરણમાં લીન) એવા ડાહ્યા પુરુષોને – મુનિજનોને અંતર્જલ્પથી (-વિકલ્પરૂપ અંતરંગ ઉત્થાનથી) પણ બસ થાઓ, બહિર્જલ્પની (-ભાષા બોલવાની) તો વાત જ શી ? ૮૫.
ગાથા ૬૨ ઉપરનું પ્રવચન
‘અહીં ભાષાસમિતિનું સ્વરૂપ કહ્યું છે.’
આ બીજી ભાષાસમિતિની વ્યાખ્યા છે. વ્યવહાર ભાષાસમિતિની અર્થાત્ ભાષા બોલવાનો જે વિકલ્પ ઉઠે છે તેની આ વાત છે. વ્યવહાર ભાષાસમિતિ એટલે શુભરાગવિકલ્પ.
* પ્રચાર = વહીવટ; કામ માથે લેવું તે. આરંભ; બાહ્ય પ્રવૃત્તિ