________________
ગાથા – ૬૨]
[૧૦૧
ચાડીખોર માણસના મુખમાંથી નીકળેલાં અને રાજાના કાનની નિકટ પહોંચેલાં, કોઈ એક પુરુષ, કોઈ એક કુટુંબ કે કોઈ એક ગામને મહા વિપત્તિના કારણભૂત એવાં વચનો તે પૈશૂન્ય છે.”
કોઈ એક પુરુષની, કોઈ એક કુટુંબની કે કોઈ એક ગામની વિરૂદ્ધ રાજા પાસે કે બીજા પાસે ચાડી કરવી તે પૈશૂન્ય છે અને તેને છોડીને બોલવું તે ભાષાસમિતિ છે એમ કહેવું છે. આત્મજ્ઞાની-ધ્યાની ધર્માત્મા મુનિને વ્યવહાર ભાષા સમિતિમાં આવી ભાષા ન હોય કે અમારો અનાદર કરીશ તો તારું સત્યાનાશ થઈ જશે. -આવી વાણી ન હોય.
“ક્યાંક ક્યારેક કોઈક પરજનોના વિકૃત રૂપને અવલોકીને અથવા સાંભળીને હાસ્ય નામના નોકષાયથી ઉત્પન્ન થતું, જરાક શુભ સાથે મિશ્રિત હોવા છતાં અશુભ કર્મનું કારણ, પુરુષના મુખના વિકાર સાથે સંબંધવાળું, તે હાસ્યકર્મ છે.”
કયારેક કોઈ વખતે. બીજાનું સહજ રૂપ હોય તેનાથી હેજ ફેરફાર દેખીને એટલે કે કોઈ પુરુષે ઘોડાનું, હાથીનું કે સ્ત્રી વગેરેનું રૂપ ધારણ કર્યું હોય અથવા કોઈ સ્ત્રીએ પુરુષ વગેરેનું રૂપ ધારણ કર્યું હોય તો એવું રૂપ અવલોકીને અથવા સાંભળીને હાસ્ય થાય છે. આવા હાસ્યને મુનિ છોડી દે છે. “ઓહો! તમે તો આવા હો!' એમ કહીને લોકો બીજાની મશ્કરી કરે છે ને? (પણ મુનિરાજ એવી મશ્કરી ન કરે.) તેમને એવી ભાષા જ ન હોય. તેમને વિચારીને (બોલાયેલી) સ્વ-પરના હિતવાળી ભાષા હોય એમ કહે છે. આ રીતે મુનિરાજ “શૂન્ય અને મશ્કરી ન કરે. એટલે કે કોઈ માણસને, કોઈ કુટુંબને કે કોઈ ગામને નુકશાન થાય તેવું બોલે નહીં અને હાસ્ય પણ ન કરે.
પ્રશ્ન:- મુનિ કયાં રાજા પાસે ચાડી કરવા જાય છે (કે જેથી અહીંયા ના પાડે છે?)
સમાધાન:- અહીંયા રાજા પાસે જવાની વાત નથી. (અર્થાત્ મુનિરાજ રાજા પાસે ચાડી કરવા જાય છે અને તેની અહીંયા ના પાડે છે એમ વાત નથી.) પણ પૈશૂન્ય વચન જ ન બોલવા એમ કહે છે. બાકી મુનિરાજ રાજા પાસે કે બીજે ક્યાંય ચાડી કરવા જાય જ નહીં, કેમ કે તેનો નિષેધ જ છે. અહીં મુનિને કહે છે કે બીજાને— કોઈ પુરુષને, કોઈ કુટુંબને કે કોઈ ગામને નુકશાન થાય તેવું બોલવું નહીં તેમ જ હાસ્યમશ્કરી થાય એવું બોલવું નહીં. જો કે મુનિરાજ આવું કરે (ચાડી કરવા જાય કે હાસ્ય કરે) એ પ્રશ્ન જ અહીંયા નથી. આ તો ધર્માત્મા મુનિરાજ શૂન્યવાળું વચન ન બોલે અને હાસ્ય ન કરે એમ વાત છે. તથા પૈશૂન્ય અને હાસ્યની વ્યાખ્યા કરે છે કે પૈશૂન્ય ને હાસ્ય કોને કહેવા. અહીં એક સામાન્ય કથન છે અને આ વાત બધાને (શ્રાવકાદિને) માટે પણ છે.