________________
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
તો કહ્યું કે, ધર્માત્મા મુનિને ભાષાસમિતિમાં પૈશૂન્ય અને હાસ્ય-મશ્કરીવાળા વચનો હોઈ શકે નહીં. -એવા વચનો મુનિ બોલે જ નહીં. જેને નિશ્ચયસમિતિ હોય તેને જ આવી વ્યવહારસમિતિ હોય અને તે વ્યવહારસમિતિનું અહીં વર્ણન કરે છે.
૧૦૨]
‘કાનના છિદ્રની નજીક પહોંચવામાત્રથી જે બીજાઓને અપ્રીતિ ઉપજવે છે તે કર્કશ વચનો છે.'
કર્કશ શબ્દો પણ ધર્મી-ધર્માત્મા મુનિ બોલે નહીં. અહીંયા ભાષા બોલવાની વાત નથી, કેમ કે આત્મા કાંઈ ભાષા બોલી શકતો નથી. ભાષા તો ભાષાના કારણે નીકળે છે. પરંતુ બોલવાના ભાવમાં કર્કશ વચન બોલવાનો વિકલ્પ-ભાવ મુનિને હોય નહીં એમ કહે છે.
‘બીજાનાં વિદ્યમાન-અવિદ્યમાન દૂષણપૂર્વકનાં વચનો (અર્થાત્ પરના સાચા તેમ જ જૂઠા દોષો કહેનારાં વચનો) તે પરિનિંદા છે.’
બીજાનાં હોવાવાળા તથા ન હોવાવાળા અવગુણો કહેનારાં વચનો તે પરિનંદા છે. અને એવાં વચનો બોલવાનો ભાવ મુનિને હોય નહીં.
‘પોતાના વિદ્યમાન-અવિદ્યમાન ગુણોની સ્તુતિ તે આત્મપ્રશંસા છે.’ પોતાના હયાતીવાળા તથા ન હયાતીવાળા ગુણોની સ્તુતિ તે આત્મપ્રશંસા છે અને એવી વાણી મુનિ બોલે નહીં.
પ્રશ્ન:- એવી વાણી મુનિ ન બોલે, પણ શ્રાવક બોલે
એમ ને?
સમાધાન:- શ્રાવક પણ એવી વાણી બોલે નહીં.
‘આ બધાં અપ્રશસ્ત વચનો પરિત્યાગીને સ્વ તેમ જ પરને શુભ અને શુદ્ધ પરિગતિના કારણભૂત વચનો તે ભાષાસિમિત છે.’
અહીં ભાષા જુઓ! બન્ને-વ્યવહારની (શુભપરિણતિની) અને નિશ્ચયની (શુદ્ધ પરિણતિની) વાત કરી છે. મુનિને એવી ભાષાસમિતિ હોય કે જે પોતાને પણ શુભ અને શુદ્ધપરિણતિમાં કારણભૂત થાય તથા બીજાને પણ શુભ અને શુદ્ધપરિણતિમાં કારણભૂત થાય. ભલે શુદ્ધ અને શુભ પરિણતિને કરે બીજો જીવ સ્વયં પોતે, છતાં પણ તેને શુદ્ધ પરિણતિ થાય તેમ જ શુભભાવ થાય તેવી ભાષા એવાં વચનો મુનિના હોય છે. ભારે ઝીણું મુક્યું!
અહા! ભાષાસમિતિનું નિશ્ચય સ્વરૂપ તો એ છે કે પરમ સત્ય એવા ભગવાન આત્મામાં એકત્વ થવું. અર્થાત્ નિશ્ચય ભાષાસમિતિ તો તેને કહીએ કે પોતાના આત્મામાં