________________
ગાથા – ૬૨]
[૧૦૩
જ્ઞાનાદિ અનંત ગુણોની સંખ્યા છે તે બધા અનંત ગુણોની વર્તમાન પર્યાય, પોતાના પરમ જ્ઞાનાદિ અનંત ગુણો સાથે એકત્વ થાય—સંહતિ પામે – મિલન પામે. આત્માનું સસ્વરૂપ છે તેની અંદર–સરૂપ આત્મવસ્તુ છે તેમાં – ત્રણકાળના સમયથી પણ અનંતગુણા જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણો છે. આવા અનંતાનંત ગુણોની અંદર એકાગ્ર થવું તેનું નામ નિશ્ચય-સત્ય ભાષાસમિતિ છે. બીજી રીતે કહીએ તો અનંત ગુણો સરૂપે છે તેના સત્પણાની અંદર તે ગુણોની પર્યાયની એકતા થવી – એક સમયની પર્યાય અનંત ગુણો સાથે એકત્વ થાય - તે પરમ સત્ય ભાષાસમિતિ છે. આવી નિશ્ચય ભાષાસમિતિવાળાને (સત્ય બોલવાનો) શુભભાવ હોય તેને વ્યવહાર ભાષાસમિતિ કહે છે. આવું ઝીણું તત્ત્વ છે, આમ વાત છે. અરે વસ્તુસ્થિતિ જ આવી છે. ભાઈ વીતરાગ તત્ત્વ એવું છે કે લોકોને તેનો ખ્યાલ આવવો મુશ્કેલ પડે. એવું એ તત્ત્વ છે.
જુઓ ને શું કહે છે? કે જે વિકલ્પ છે તે તો પોતે પોતાને જાણતો નથી તેમ જ પરને પણ જાણતો નથી. તે પર (આત્મા) વડે જણાય છે. માટે એવા વિકલ્પ દ્વારા નિજસ્વરૂપમાં એકાગ્રતા ન થાય. પણ તેની એક સમયની જ્ઞાનની પર્યાય દ્વારા— ચાહે તો તે પર્યાય એક સમયની સમ્યફ મતિની હો કે શ્રુતની હો, પણ તે દ્વારા– નિજસ્વરૂપમાં એકાગ્રતા થાય. અહા! આવી એક સમયની સમ્યફ મતિ કે શ્રુતની પર્યાય જેવી અન્ય ગુણોની અનંતી પર્યાય વર્તમાન એક સમયમાં આત્મામાં હોય અર્થાતુ એક સમયની સમ્યફ મતિ કે શ્રુતની પર્યાયથી (સંખ્યાએ) અનંતગુણી પોતાના અન્ય ગુણોની વર્તમાન પર્યાય હોય, છતાં તે એક સમયની જ્ઞાનપર્યાય, તેનાથી (સંખ્યાએ) અનંતગુણી બીજા અનંત ગુણોની પર્યાયને જાણે છે. તેમ જ અનંત ગુણોમાં એકાગ્ર થઈને ગુણોને પણ જાણે છે. ઝીણી વાત છે ભાઈ! વીતરાગ મારગ આવો ઝીણો ને સૂક્ષ્મ છે. અરે! લોકોએ તેને સ્થૂળ કરીને માન્યો છે, પણ તે એવા સ્વરૂપે નથી.
અહા! આ, નિશ્ચય-સત્ય ભાષાસમિતિની વાત છે ને? તો કહે છે કે, જેનું એક સમયનું સત્યપણું છે એવી મતિ-શ્રુતજ્ઞાનપર્યાયની ત્રણકાળના સમયથી અનંતગુણા એવા અનંતાનંત ગુણો સાથે એકતા થતાં વીતરાગતા થાય તેને ભાષાની નિશ્ચય-સત્ય સમિતિ કહેવામાં આવે છે. અહો! દ્રવ્યને અને તેના ત્રણકાળના સમયથી અનંતગુણા એવા અનંતાનંત ગુણોને એક સમયની જ્ઞાનપર્યાય, તે અનંત ગુણોમાં એકત્ર થઈને જાણે તો તે એક સમયની જ્ઞાનપર્યાયનું સારું કેટલું મોટું સત્ એવા ભગવાન આત્મામાં ત્રણકાળના સમયથી અનંતગુણા એવા અનંતાનંત ગુણો સરૂપે છે. આવા અનંતાનંત ગુણોને એક સમયની પર્યાય જાણે તે અહા! ગજબ વાત છે! તો, તે એક સમયની