________________
૧૦૪]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
પર્યાયને- કે જે ત્રણ-કાળના સમયથી અનંતગુણા એવા અનંત ગુણોમાં એકત્વ થાય છે તેને - સત્ય ભાષાસમિતિ કહેવામાં આવે છે. ઝીણો મારગ છે!
કહે છે કે પોતાના અનંતાનંત ગુણો સરૂપે છે તેનો સ્વીકાર વિકલ્પ દ્વારા થઈ શકે નહીં. કારણ કે વિકલ્પ જાણનાર નથી. અરે! શુભરાગરૂપ વિકલ્પ હો તો પણ તેનામાં જાણવાની તાકાત નથી, જાણવાની તાકાત તો જ્ઞાનની પર્યાયમાં છે. આ જ્ઞાનની એક પર્યાય આટલા મોટા સત્નો સ્વીકાર કરીને–તેને જાણીને—પોતાના અનંત ગુણોમાં એકત્વને પામે તેમ જ એવી રીતે બીજા બધાય અનંત ગુણોની એક સમયની દરેક પર્યાય પણ તે અનંત ગુણોમાં એકત્વને પામે તેને સત્ય ભાષાસમિતિ કહે છે. અને તેના (એવી સમિતિવાળા મુનિરાજના) વચનો શુભ ને શુદ્ધ પરિણતિમાં કારણભૂત થાય છે એમ કહે છે. જુઓ, (શુભ ને શુદ્ધ પરિણતિમાં કારણભૂત થાય) એવો વ્યવહાર મુનિનો હોય અર્થાત્ મુનિને વિકલ્પ પણ આવો હોય એમ કહે છે. અહીંયા અશુભભાવની વાત નથી, કેમ કે નિશ્ચય (શુદ્ધ) અને વ્યવહાર (-શુભ પરિણતિ) - એ બે જણાવવા છે ને!
અહા! કહે છે કે અનંતાનંત ગુણના સપૂણામાં એકત્ર થઈ સની પરિણતિપણે– નિશ્ચય શુદ્ધ પરિણતિપણે—પરિણમવું તે નિશ્ચય ભાષાસમિતિ છે. અને વિકલ્પના કાળમાં કર્કશાદિ ન બોલવાનો શુભ વિકલ્પ થાય તે વ્યવહાર ભાષાસમિતિ છે. પણ આવી નિશ્ચય સમિતિ જેને હોય તેને આ વ્યવહાર સમિતિ હોય હો. બાકી આ નિશ્ચય સમિતિના ભાન વિનાના એકલા વ્યવહાર-વિકલ્પને વ્યવહાર જ કહેતા નથી. જુઓ, પોતે મુનિરાજે પહેલાં અર્થ કર્યો હતો ને? ભાઈ એ વાત આવી ગઈ છે ને? કે ‘સહજ પરમજ્ઞાનાદિક પરમધર્મોની સંહતિ (-મિલન, સંગઠન) તે સમિતિ છે'. (ગાથા ૬૧ ની ટીકા). તો, તેમાં એ કહેવા માગે છે કે પાંચે સમિતિનું (નિશ્ચય) સ્વરૂપ આ રીતે છે કે રાગમાં એકત્વ હતું તેથી પોતાના ગુણો સાથેનું સંગઠન તુટતું હતું, તે હવે (ગુણોમાં એકત્વ થઈને) ગુણો સાથે સંગઠન કર્યું તે સમિતિ છે. વર્તમાન એક સમયની એક પર્યાયે અથવા અનંતી પર્યાયે પરમ સસ્વરૂપ અનંત ગુણોની સાથે એત્વ-સંગઠન કર્યું તેનું નામ નિશ્ચય સમિતિ છે. અરે! આ નિશ્ચય સમિતિની તો ખબર પણ ન મળે અને માત્ર ભાષા બોલીને અજ્ઞાની માને છે કે અમે સમિતિ પાળીએ છીએ અને તે અમારો સંવર છે. પરંતુ ધૂળમાંય તેને સંવર કે સમિતિ નથી.
જુઓ, ‘સ્વ તેમ જ પરને શુભ અને શુદ્ધ પરિણતિના કારણભૂત - એમ બે વાત લીધી છે ને? અર્થાતુ પોતાને (સમિતિવાળાને) પણ શુદ્ધ પરિણતિ અને શુભ વિકલ્પ થાય તથા બીજાને પણ શુદ્ધ પરિણતિ સહિત શુભ વિકલ્પ થાય એવું વચન સમિતિવાળાનું