________________
ગાથા – ૫૯]
[૩૭
કહે છે કે જે આનંદસ્વરૂપ ભગવાન આત્માના પ્રેમમાં પડ્યો છે, તેનો જેણે સ્વીકાર કર્યો છે તેને ‘પરમાં આનંદ છે' એવો ભાવ કેમ આવે? ‘પરમાં સુખ છે' એવો ભાવ કે જે ઝેર છે તે કેમ આવે? એટલે કે અમૃતના સ્વાદીયાને ઝેરના સ્વાદની કુતૂહલતા કેમ થાય? ન જ થાય) એમ કહે છે. ભારે વાત! પણ જે તું પરની કુતૂહલતા કે વાંછાના સ્વાદમાં ગયો તો તારા આનંદની સુંદરતાને પ્રભુ! તું ભૂલી ગયો, તારા ભગવાનને તું ભૂલી ગયો. આમ (આ પ્રકારે ચોથા વ્રતની વ્યાખ્યા) કહીને પદ્મપ્રભમલધારીદવ જીવને જાગૃત કરીને ઊંચો-ઉભો કરે છે કે જાગ રે જાગ નાથી આનંદ તો તારામાં પડ્યો છે પ્રભુ! તું જાગીને જોઈશ તો તને તારામાં આનંદ ભાસશે, પણ બહારમાં ક્યાંય ભાસશે નહીં. અરે! ઇંદ્રના ઇંદ્રાસન પણ તને મરેલા કૂતરા ને મીંદડાના સડેલા મડદાં જેવા લાગશે. જુઓ, અહીં તો ચોથા વ્રતની વાત કરી છે, છતાં તેમાં આત્મદષ્ટિને (સમ્યગ્દર્શનને) ભૂલીને અજ્ઞાની અશુભભાવ કરે છે એમ ત્યાંસુધી વાતને લઈ ગયા છે, કેમ કે અજ્ઞાનીને પરની વાંછા થતાં પરનો પ્રેમ થઈ ગયો છે ને તેથી તેણે વસ્તુને (-આત્માને) દષ્ટિમાંથી છોડી દીધી છે એમ કહે છે.
અહીં કહ્યું કે જેને આત્માનો અતીન્દ્રિય આનંદસ્વભાવ રુચ્યો છે, બેઠો છે અર્થાત્ આનંદસ્વભાવની સન્મુખ જે થયો છે તે જીવને સ્વરૂપમાં સ્થિરતા-ભાવનાવાળું ચારિત્ર હોય છે. અને તે ભૂમિકામાં વિષયના ત્યાગરૂપ મહાવ્રતનો વિકલ્પ હોય છે કે જેને શુભભાવરૂપી વ્રત કહે છે. પરંતુ આવા (ચારિત્રવંત) જીવને વ્રત હોય હો. તે સિવાયના અજ્ઞાની બાહ્યથી બ્રહ્મચર્ય પાળે ને સ્ત્રીને છોડે તો તેની અહીંયા વાત નથી (તેને વ્રત હોતા નથી). હજુ તેને સ્વરૂપનો આદર જ આવ્યો નથી, તેથી વ્રતના પરિણામ માટે ચારિત્રની ભૂમિકા જોઈએ તે છે જ નહીં. તે કારણે તેને વ્રતના પરિણામ હોઈ શકે નહીં. ભારે વાત ભાઈ! જુઓ ને નાની વાત (વ્રતની વાત) છે તો પણ તેમાં બધી વસ્તુ (વાત) ભરી દીધી છે. હજુ વધારે વાત તો પછી આમાં (ગાથા ૬૦ માં) લેશે. - એ રીતે ચોથા વ્રતની વાત કરી.
ક્વ ક્લા
પ્રવચન નં. NST / પ૩
તારીખ ૨૩-૬-૭ર
ગાથા - ૫૯ ) શ્લોક - ૭૯ ઈ