SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ગાથા - ૬૦ છે; सव्वेसिं गंथाणं चागो णिरवेक्खभावणापुव्वं । पंचमवदमिदि भणिदं चारित्तभरं वहंतस्स ॥६०॥ सर्वेषां ग्रन्थानां त्यागो निरपेक्षभावनापूर्वम् । पंचमव्रतमिति भणितं चारित्रभरं वहतः ॥६॥ નિરપેક્ષ ભાવન સહિત સર્વ પરિગ્રહોનો ત્યાગ જે, તે જાણવું વ્રત પાંચમું ચારિત્રભર વહનારને. ૬૦. અન્વયાર્થ:- (નિરપેક્ષમાવનાપૂર્વમુ) 'નિરપેક્ષ ભાવનાપૂર્વક (અર્થાત્ જે ભાવનામાં પરની અપેક્ષા નથી એવી શુદ્ધ નિરાલંબન ભાવના સહિત) (સર્વેષાં પ્રસ્થાન ત્યT:) સર્વ પરિગ્રહોનો ત્યાગ (સર્વપરિગ્રહત્યાગસંબંધી શુભભાવ) તે, (વારિત્રમાં વાત:) ચારિત્રભર વહનારને (વેવમવ્રતમ્ તિ મળત5) પાંચમું વ્રત કહ્યું છે. ટીકા:- અહીં (આ ગાથામાં) પાંચમા વ્રતનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. સકળ પરિગ્રહના પરિત્યાગસ્વરૂપ નિજ કારણપરમાત્માના સ્વરૂપમાં અવસ્થિત (સ્થિર રહેલા) પરમસંયમીઓને – પરમ જિનયોગીશ્વરોને – સદાય નિશ્ચયવ્યવહારાત્મક સુંદર ચારિત્રભર વહનારાઓને, બાહ્ય-અત્યંતર ચોવીશ પ્રકારના પરિગ્રહનો પરિત્યાગ જ પરંપરાએ પંચમગતિના હેતુભૂત એવું પાંચમું વ્રત છે. મુનિને મુનિત્વોચિત નિરપેક્ષ શુદ્ધ પરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) સર્વપરિગ્રહત્યાગસંબંધી શુભોપયોગ તે વ્યવહાર અપરિગ્રહવ્રત કહેવાય છે. શુદ્ધ પરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે; તે શુભોપયોગ તો વ્યવહાર-વ્રત પણ કહેવાતો નથી. (આ પાંચમા વ્રતની માફક અન્ય વ્રતોનું પણ સમજી લેવું.) ચારિત્રભર = ચારિત્રનો ભાર, ચારિત્રસમૂહ, ચારિત્રની અતિશયતા. ૨.
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy