________________
૧૮૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
પ્રશ્ન:- કાપડમાંથી કોટ થાય તે દરજીની મરજી ઉપર છે ને?
સમાધાન:- તે વાત ખોટી છે બાપુ બીલકુલ ખોટી વાત છે. કોટ પર્યાય થવાના પૂર્વકાળમાં તેનું ઉપાદાન હોય તો કોટ થાય છે અર્થાત્ પૂર્વ પર્યાય કારણ છે અને ઉત્તર પર્યાય–કોટ થવો તે—કાર્ય છે. પણ દરજીથી કોટ થાય તે વાતમાં કાંઈ માલ નથી. કાપડ અનંત પરમાણુનો સ્કંધ છે અને તે પરમાણુ સ્વતંત્ર છે. તેથી તે સ્કંધ જ્યારે કોટને યોગ્ય પૂર્વ પર્યાયરૂપે પરિણમ્યો હોય ત્યારે ઉત્તર પર્યાય કોટપણે થાય છે. માટે કોટની પૂર્વ પર્યાય કોટનું કારણ છે. તે પૂર્વ પર્યાય આવ્યા વિના કોટ થાય એમ બને નહીં. બાકી દરજીની મરજી હતી માટે કોટ થયો એમ નથી. તે વાત બીલકુલ જૂઠ છે. પરમાણુમાં કોટરૂપ પર્યાય થવાનો ઉત્પાદકાળ હોય તે પહેલા કોટના કારણરૂપ એક પૂર્વ પર્યાય હોય છે. તેથી તે પૂર્વ પર્યાય ઉત્તર પર્યાયનું કારણ છે. -આમ શાસ્ત્રમાં પાઠ છે. અર્થાત્ પછીની પર્યાયનું કારણ પહેલાની પર્યાય છે. પણ દરજી કે અન્ય પર્યાય તેનું કારણ નથી. પૂર્વ પર્યાય થવાનો સ્વકાળ ન આવ્યો હોય અને ઉત્તર પર્યાયરૂપ કાર્ય થાય એમ ત્રણકાળમાં બને નહીં. કોઈ અન્યથી પર્યાય થાય અને કોઈ અન્ય પર્યાયને અટકાવે તો પર્યાય અટકી જાય એમ વસ્તુસ્વરૂપમાં છે જ નહીં.
પ્રશ્ન:- દરજીની મરજી વિના કોટ ક્યાંથી થાય?
સમાધાન:- દરજીની મરજી દરજી પાસે રહી. તેની મરજીનો પર્યાય તેની પાસે રહે છે. તે ક્યાં અહીં કોટમાં કામ કરે છે? એ કોટ પરમાણુની શક્તિથી થાય છે. અહા! પરના કામ કોણ કરે? એ વાત તો અહીં ચાલે છે કે તે (અજ્ઞાની) રાગ કરે, પણ રાગને લઈને પરમાં કાંઈ થાય એમ છે નહીં. કામ બહુ ઝીણું છે બાપા! અનંત દ્રવ્યને અનંતપણે રાખીને વાત થવી જોઈએ. જે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે તો અનંત દ્રવ્ય રહ્યા નહીં. દરજીનું દ્રવ્ય (-આત્મા) જુદું, તેના શરીરનું દ્રવ્ય જુદું અને કાપડનું દ્રવ્ય પણ જુદું. અરે! તે કાપડના એક-એક પરમાણુ પણ ભિન્ન-ભિન્ન છે. કાપડના સ્કંધમાં રહેલ એક-એક પરમાણુ સ્વતંત્રપણે પોતાના સ્વચતુષ્ટયમાં રહેલો છે. આવી નિશ્ચયથી વસ્તુની સ્થિતિ છે. છતાં નિમિત્તથી એવું કથન કરવામાં આવે કે દરજીએ કોટ કર્યો. પણ એ અસભૂત વ્યવહારનું કથન છે.
શ્રી સમયસારજીની ૩૭૨મી ગાથામાં કહ્યું છે કે કુંભાર ઘડાનો કર્તા બીલકુલ નથી. ઘડારૂપ પર્યાયના ઉત્પાદનો કરનાર તે સ્કંધ-પરમાણુ છે. કેમ કે પરમાણુથી તે ઉત્પાદ