________________
ગાથા – ૭૩]
[૨૭૭
છે શ્લોક - ૧૦૪ ઉપરનું પ્રવચન કરે આધારના શ્લોકમાં આચાર્ય આચાર્યને નમન કર્યું. હવે ટીકાકાર મુનિ પોતે મારા ગુરુને વંદન કરું છું' એમ કહીને પોતાના ગુરુને-આચાર્યને વંદન કરે છે. જુઓ, એનો અર્થ એ થયો કે શ્રી પદ્મપ્રભમલધારિદેવને પોતાના ગુરુ–કે જેઓ આચાર્ય છે તેઓ– આવા છે એમ જ્ઞાનમાં નક્કી થઈ ગયું છે. અંદર શ્લોકમાં જ છે ને? કે ‘વંદ્ય શ્રીવન્દ્રીતિમુર્મનઃ ” મનઃ એટલે ચૈતન્ય પરિણતિ. મારા ગુરુને-આચાર્યને વીતરાગ પરિણતિ પરિણમી ગઈ છે (એમ જ્ઞાનમાં નક્કી કરીને) આવા મારા ગુરુને-આચાર્યને હું વંદન કરું છું એમ કહે છે. અહો! મુનિ પણ જુઓ ને કેવા પાક્યા! કે તેમના આચાર્ય આવા છે. શ્રી પદ્મપ્રભમલધારીદવ મુનિ કહે છે કે અમારા ગુરુને અમે ઓળખ્યા છે. તેમને ચૈતન્ય પરિણમન થયું છે, વીતરાગ દશા પ્રગટી છે. અહા! એ દશા કેવી છે?
“સકળ ઇંદ્રિયસમૂહના આલંબન વિનાનું...” શું કહે છે? કે શ્રી પદ્મપ્રભમલધારિદેવ પોતાના ગુરુ-આચાર્ય કે જે શ્રી ચંદ્રકીર્તિ છે તેમને વિષે કહે છે કે, સકળ ઇંદ્રિયસમૂહના આલંબન વિનાનું એમનું પરિણમન છે. અર્થાત્ તેમને અંતરના વીતરાગી નિર્દોષ આનંદનું પરિણમન છે. અહા! જે અવસ્થાને ઈંદ્રિયસમૂહના આલંબનનો અભાવ છે એવી અતીંદ્રિય સ્વભાવના આલંબનવાળી દશા-અવસ્થા અમારા ગુરુને પ્રગટ થઈ છે એમ કહે છે.
કેવું છે અમારા ગુરુનું પરિણમની કે તે “અનાકુળ' છે – આનંદરૂપ છે. પ્રશ્ન:- શ્રી પદ્મપ્રભમલધારિદેવે બીજા મુનિના (-ગુરુના) જ્ઞાનની વાત જાણી લીધી? સમાધાન:- (હા), બીજો મુનિના જ્ઞાનની પરિણતિ જણાય એમ અહીં કહે છે. પ્રશ્ન:- એ તો કેવળજ્ઞાન થાય ત્યારે જણાય ને? સમાધાન:- અહીં તો અત્યારે જાણે છે એમ કહે છે. પ્રશ્ન:- અત્યારે એટલે કે શું પંચમકાળમાં જાણે છે?
સમાધાન:- (હા), પંચમકાળમાં જાણે છે. જુઓ! અમારા ગુરુની પરિણતિ શુદ્ધ છે એમ અમે જાણી લીધી છે એમ અહીં કહે છે. કેમ કે સ્વભાવને આશ્રયે પ્રગટેલા