________________
૨૯૨] .
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
ત્રિકાળી નિત્યસ્વરૂપ છે તે પરમ પંચમભાવની ભાવનામાં... ભાવના શબ્દ એકાગ્રતા છે હોં, (વિકલ્પ નહીં). તો, તે પરમ પંચમભાવની ભાવનામાં પરિણમેલા હોવાને લીધે..... એટલે કે પરમ પંચમભાવની એકલી વિકલ્પીય ભાવના સાધુને છે એમ નથી. પરંતુ સાધુ પરમ પંચમભાવની ભાવનામાં પરિણમેલા છે એમ કહે છે. અને એવા સાધુને અહીંયા લીધા છે. પંચમભાવ એ ત્રિકાળી ભાવ (-દ્રવ્ય) છે અને તેની ભાવના તે વર્તમાન પર્યાય છે.
અહા! સાધુ તો ત્રિકાળ આનંદનું ધામ ધ્રુવ શુદ્ધ ચૈતન્યદ્રવ્ય એવા પરમ પંચમભાવની વસ્તુની હયાતીના ત્રિકાળી ભાવની – ભાવનામાં પરિણમેલા છે અને આને લીધે જ તેઓ સમસ્ત બાહ્ય વ્યાપારથી વિમુક્ત છે એમ કહે છે. લ્યો, જૈન પરમેશ્વર તીર્થંકરદેવ ત્રિલોકનાથના શાસનમાં આવા સાધુ હોય છે અને તેને જ સાચા સાધુ કહેવામાં આવે છે.
સાધુ સમસ્ત બાહ્ય વ્યાપારથી પ્રવિમુક્ત કેમ છે? તેઓ નિર્વિકલ્પ અખંડ ત્રિકાળી પંચમભાવની ભાવનામાં પરિણમેલા છે - એ અવસ્થારૂપે થયેલા છે. તેને લીધે જ – આ કારણે જ - સાધુને સમસ્ત બાહ્યનો વ્યાપાર છૂટી ગયો છે. તેમને વિકલ્પનો વ્યાપાર પણ છૂટી ગયો છે. તેથી ખરેખર તો તેઓ પંચમહાવ્રતના વિકલ્પથી પણ વિમુક્ત છે. વીતરાગે કહેલું સ્વરૂપ બહુ ઝીણું છે! અહા! પોતે ધ્રુવ નિત્ય અલૌકિક પરમાત્મા છે તેની ભાવનામાં પરિણતિને પરિણમાવતા અર્થાત્ નિત્ય ધ્રુવ ભગવાન આત્મા છે તેની ભાવનામાં - એકાગ્રતામાં – વર્તમાન દશાને પરિણમિત કરતા સાધુ બાહ્ય વ્યાપારથી છૂટી ગયા છે. (જુઓ, અહીં અસ્તિ-નાસ્તિ કરી છે કે, આવી નિર્મળ પરિણતિ ઉભી (-પ્રગટ) થઈ એટલે બાહ્યનો વિકલ્પનો વ્યાપાર બંધ થઈ ગયો. લ્યો, સાધુ આને કહેવાય!
અહા! જેણે પરમાનંદની પૂર્ણ પ્રાપ્તિ કરવી છે તેણે તો આવી આરાધના કરવી પડશે. મતલબ કે ત્રિકાળ આનંદસ્વરૂપ આત્મામાં લીન થાય તેને પરમાનંદની પ્રાપ્તિ થાય— તેની મુક્તિ થાય. જુઓ, અહીં એમ કહે છે કે, “સમસ્ત બાહ્ય વ્યાપારથી વિમુક્ત'. ગાથામાં પણ ‘વાવાવિષ્પમુ’ છે ને? તો, ‘g'માંથી ટીકામાં ‘સમસ્ત’ શબ્દ કાઢ્યો છે. અહા! મુનિરાજ સમસ્ત બાહ્ય વ્યાપારથી વિમુક્ત છે. તેમને તો ઉપદેશનો પણ (નિયમરૂપ) વ્યાપાર નથી. ઉપદેશ તો આચાર્ય ને ઉપાધ્યાયને હોય છે. જ્યારે મુનિ