________________
ગાથા – ૭૫]
તો પોતાના સ્વરૂપને સાધે છે અને તેમને એકલા વીતરાગભાવનું પરિણમન છે એમ કહે છે. મુનિનો આત્મા એટલે કે પોતે ત્રિકાળી વીતરાગસ્વભાવમય છે અને તેની ભાવના તે વીતરાગી પરિણતિ છે. બસ, આ મુનિનું સ્વરૂપ છે.
૨૯૩
:
હવે, મુનિ આરાધનામાં લીન છે તે બતાવે છે : ‘(૨) જ્ઞાન, દર્શન, ચારિત્ર અને પરમ તપ નામની ચતુર્વિધ આરાધનામાં સદા અનુરક્ત’. ભગવાન આત્મા તરફની શ્રદ્ધા, તેનું જ્ઞાન, શાંતિરૂપ ચારિત્ર અને ઇચ્છા નિરોધરૂપ તપ—આ ચાર આરાધનામાં મુનિ લીન છે એટલે કે તેઓ અમૃતસ્વરૂપ ભગવાન આત્માની આરાધનામાં લીન છે. તેથી દુનિયા ધર્મ પામે કે ન પામે એવો વિકલ્પ, કહે છે કે, મુનિને છે જ નહીં. આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન, આત્મચારિત્ર અને આત્મામાં વિશેષ-ઉગ્ર પુરુષાર્થથી લીનતા (તપ) - આવી ચતુર્વિધ આરાધનામાં સાધુ સદા અનુરક્ત છે. જુઓ, પાઠ જ છે ને? કે ‘ચવિંદારાદળાHયારત્તા'.
પ્રશ્ન:- સાધુ આરાધનામાં સદા અનુરક્ત હોય તો આહાર-પાણી ક્યારે લે?
સમાધાન:- તેઓ ખાતા પણ નથી ને પીતા પણ નથી. એ ખાવા-પીવાનો વિકલ્પ આવે અને તે સંબંધી ક્રિયા થાય તો તેના પણ તેઓ જાણનાર રહે છે. આ, ‘નમો તોડ્ સવ્વસાહૂળ' ની વ્યાખ્યા ચાલે છે હોં. તો, કહે છે કે, જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ એ ચાર પ્રકારની આરાધનામાં—તેના સેવનમાં—લીન છે તે સાધુ છે. સાધતિ તિ સાધુ । પૂર્ણ સ્વરૂપની અંતરમાં સાધના કરે તે સાધુ. પણ એવું પૂર્ણ સ્વરૂપ અને પૂર્ણ સ્વરૂપની શક્તિ ધરનારો આત્મા સર્વજ્ઞ વીતરાગના માર્ગમાં જ હોય. (માટે તેની સાધના કરનાર સાચા સાધુ સર્વજ્ઞ વીતરાગના માર્ગમાં જ હોય.) અહીં કહ્યું કે પૂર્ણ સ્વરૂપની આરાધનામાં સાધુ તત્પર છે કે જેથી પૂર્ણ સ્વરૂપની પર્યાયમાં પ્રાપ્તિ થાય.
-
હવે, સાધુ નિગ્રંથ છે એમ કહે છે: ‘(૩) બાહ્ય-અત્યંતર સમસ્ત પરિગ્રહના ગ્રહણ રહિત હોવાને લીધે નિગ્રંથ’. મુનિને બાહ્યમાં વસ્ત્રનો એક કટકોય..... અરે! ધાગોય...... ન હોય. ‘અષ્ટપાહુડ’માં કહ્યું છે ને? કે તિતતુમિત્તે । (સૂત્રપાહુડ ગા.૧૮, બોધપાહુડ ગા.૫૫) કોઈને તલના ફોતરા જેટલો પણ પરિગ્રહ હોય તો તે મુનિ નહીં. અને તે પોતાને મુનિ માને તો, કહે છે કે, નિગોદમાં જાય. વસ્તુની સ્થિતિ આવી છે. અહા! મુનિદશામાં વસ્ત્ર-પાત્ર લેવાનો વિકલ્પ હોય જ નહીં. મુનિ કોને કહે? ધન્ય દશા! ધન્ય અવતાર! જેણે કેવળજ્ઞાનને હથેળીમાં લેવાની તૈયારી કરી છે. આવા મુનિને બાહ્યમાં વસ્ત્ર હોય