________________
૨૭૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
કે હું ગાથા - ૭૩ ઉપરનું પ્રવચન છે રે
આ નિયમસાર સિદ્ધાંત-શાસ્ત્ર છે. તેમાં વ્યવહારચારિત્ર અધિકાર ચાલે છે. જૈનદર્શનમાં–વીતરાગ માર્ગમાં–પંચ પરમેષ્ટિ કેવા હોય એનું આ વર્ણન છે. તેમાં અરિહંતનું અને સિદ્ધનું વર્ણન આવી ગયું. આજે આચાર્યનું વર્ણન ૭૩ મી ગાથામાં છે કે આચાર્યો કેવા હોય.
અહીં આચાર્યનું સ્વરૂપ કહ્યું છે.'
(ભગવંત આચાર્યો કેવા હોય છે?)' -જૈન પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકરદેવના શાસનમાં આચાર્યનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન અહીં કરે છે.
‘(૧) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય નામના પાંચ આચારોથી પરિપૂર્ણ”. -આ જ્ઞાન એટલે નિશ્ચયજ્ઞાન હો. આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે એનું જ્ઞાન થવું અર્થાત્ અંતરથી જ્ઞાનનું શુદ્ધ પરિણમન પ્રગટવું એ જ્ઞાનાચાર છે. દર્શનાચાર એટલે સમ્યગ્દર્શનનું શુદ્ધ પરિણમન પ્રગટવું. ચારિત્રાચાર એટલે આનંદસ્વરૂપ ભગવાન આત્મામાં રમણતારૂપ ચારિત્ર. આત્માની અંદર રમણતારૂપ ચારિત્રનું પ્રગટવું તે ચારિત્રાચાર છે. તપાચાર એટલે શુદ્ધ આનંદાદિની વિશેષ શોભિત-તપિત નિર્મળ દશા-પરિણતિ થવી. વીર્યાચાર એટલે જે બળ આચારરૂપ પરિણમી રહ્યું છે. જે વીર્ય પુણ્ય-પાપના રાગ વિનાના શુદ્ધ સ્વરૂપની રચના કરે એટલે કે શુદ્ધ શક્તિના સત્ત્વનું પરિણમન કરવામાં જે વીર્ય સમર્થ થયું તે વીર્યાચાર છે. - આ નામના પાંચ આચારોથી આચાર્ય પરિપૂર્ણ હોય છે. લ્યો, જૈનદર્શનમાં આચાયોનું અંતરંગ સ્વરૂપ આવું હોય છે. બાહ્યમાં પણ તેઓને પંચ આચાર વિકલ્પરૂપ હોય છે. તેમની નગ્ન દશા હોય છે અને તેઓ જંગલમાં વસતા હોય છે. આવું ત્રણે કાળે જિનશાસનના આચાર્યોનું (અંતર અને બાહ્ય) સ્વરૂપ છે.
‘(૨) સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર નામની પાંચ ઇંદ્રિયોરૂપી મદાંધ હાથીના દર્પનું દલન કરવામાં દક્ષ (પંચૅક્રિયરૂપી મદમત્ત હાથીના મદના ચૂરેચૂરા કરવામાં નિપુણ.)' હાથી જાણે કે મદમાં આવ્યો હોય તેમ અજ્ઞાનીને પાંચ ઇંદ્રિયોનો મદ હોય છે. તે દર્પનું (-મદનું) દલન કરવામાં આચાર્ય દક્ષ છે એટલે કે મદના ચૂરેચૂરા કરવામાં નિપુણ છે. અહા! આચાર્યને અતીન્દ્રિય આનંદ ઉગ્રપણે પરિણમ્યો છે. તે દ્વારા તેઓ પાંચ ઇન્દ્રિયોના વિષયને જીતે છે અર્થાત્ વિષય તરફની વિકલ્પદશા ઉત્પન્ન થતી