________________
ગાથા – ૫૬]
[૯
અહા! પૂર્ણસ્વરૂપ ભગવાન આત્માનો જે પર્યાયમાં સ્વીકાર થયો તે પર્યાય કેવડી મોટી? અનાદિથી નિમિત્ત, રાગ અને પર્યાયને જ માનતા ‘ભગવાન આત્મા નથી’ એમ માન્યું હતું. અસ્તિ તરીકે—સત્તા તરીકે—હોવા તરીકે—આત્મા હોવા છતાં તેને નહીં હોવા તરીકે માન્યો હતો. પરંતુ હવે તેણે આખા પરમેશ્વરને કબૂલ્યો તો તે શુદ્ધપર્યાય કેવડી મોટી? નિમિત્ત, રાગ અને એક સમયની પર્યાયરૂપ અંશના અસ્તિત્વનો અભિપ્રાય છોડીને જેણે અભિપ્રાયમાં આખા-પૂર્ણ સ્વભાવવાન ભગવાન આત્માને લીધો આત્માનો સ્વીકાર કર્યો - તે શુદ્ધપર્યાય કેવડી મોટી? આવી શુદ્ધપર્યાયની ભૂમિકામાં જે શુદ્ધતારૂપ પ્રયત્ન વર્તે તે નિશ્ચયપ્રયત્ન છે અને તે વખતે સાવદ્યયોગના પરિણામના ત્યાગ માટે જે શુભોપયોગ વર્તે તે શુભપ્રયત્ન (-વ્યવહારપ્રયત્ન) છે.
પ્રશ્ન:- બન્ને પ્રયત્ન એક સાથે વર્તતા હશે?
સમાધાન:- (હા), એક સાથે વર્તે છે અને તે વાત તો ચાલે છે. જ્યાં એકલો શુભભાવ છે ત્યાં તો (નિશ્ચયપ્રયત્ન નહીં હોવાથી) વ્યવહારપ્રયત્ન પણ નથી અને જ્યાં પૂર્ણ શુદ્ધતા થઈ છે ત્યાં પણ વ્યવહાર છે નહીં. જ્યારે અહીં તો સાધકપણે અંદરનું સ્વરૂપ સાધે છે એવા જીવને હજુ પૂર્ણ સાધ્યદશા થઈ નથી એટલે બાધકપણું હોય છે એમ કહે છે. કારણ કે જો તેને બાધકપણું ન જ હોય તો પૂર્ણ થયો કહેવાય. અહા! આ તો નિરાંતે સ્વાધ્યાય કરવાનો કાળ છે.
અહા! પોતે પૂર્ણ પરમાત્મસ્વરૂપ છે તેનો સ્વીકાર કરતાં જે પરિણતિ પ્રગટ થઈ તેને નિશ્ચયપ્રયત્ન કહીએ અને આ શુદ્ધ પરિણતિરૂપ નિશ્ચયપ્રયત્ન, જે પૂર્ણ પ્રયત્નવીર્યસ્વરૂપ ભગવાન આત્મા છે તેની અપેક્ષાએ તો અનંતમા ભાગનો છે. આખી ચીજ (-આત્મા) પ્રયત્નસ્વરૂપ જ છે અને તેમાંથી જે આ નિશ્ચય પરિણતિ પ્રગટે છે તે તો અનંતમા ભાગનો પ્રયત્ન છે કે જેને શુદ્ધપ્રયત્ન (-નિશ્ચયપ્રયત્ન) કહેવાય છે. બીજી રીતે કહીએ તો, ત્રિકાળી આત્મા તો પ્રયત્નસ્વરૂપ જ છે. તેને જે પ્રયત્ને સ્વીકાર્યો તે પ્રયત્નને શુદ્ધપ્રયત્ન કહીએ અને તેની સાથે સાવદ્યયોગ પરિણામના ત્યાગરૂપ જે પરિણામ હોય તેને શુભપ્રયત્ન કહીએ. લ્યો, એક પર્યાયના બે ભાગ: (૧) શુદ્ઘપરિણતિરૂપ ભાગ અને (૨) શુભપરિણતિરૂપ ભાગ. ચારિત્રગુણની એક સમયની પર્યાયમાં શુદ્વસ્વભાવના આશ્રયે જેટલી પરિણતિ છે તે શુદ્ધપરિણતિ છે અને તે ચારિત્રપર્યાયનો જે અંશ-ભાગ શુભરાગપણે પરિણમે છે તે શુભપરિણતિ છે. આવી રીતે ચારિત્રગુણની એક સમયની પર્યાયના કાળભેદે ભાગ નથી, પણ ભાવભેદે ભાગ છે. કાળભેદ કહેતાં પહેલાં શુદ્ધપ્રયત્ન (શુદ્ધપરિણતિ) હોય અને પછી શુભપ્રયત્ન હોય એમ નથી. પરંતુ શુદ્ધપ્રયત્નનાશુદ્ધપરિણતિના કાળમાં જ તે પર્યાયનો એક અંશ-ભાગ, પૂર્ણ વીતરાગપરિણતિ નથી