________________
૧૦]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
તેથી, સાવધથી બચવારૂપે હોય છે કે જે શુભપ્રયત્ન છે. આવો જ સહજસ્વભાવ છે હો. જુઓને ! આવી વાત (સર્વજ્ઞ સિવાય) બીજે ક્યાં હોય?
“આથી જ, પ્રયત્નપરાયણને હિંસાપરિણતિનો અભાવ હોવાથી અહિંસાવ્રત હોય છે.”
જુઓ! ભાષા આવી લીધી છે કે ‘પ્રયત્નપરાયણને અર્થાત્ વ્યવહાર પ્રયત્નપરાયણને અહિંસાવ્રત હોય છે. કેમ કે રાગની મંદતારૂપ પ્રયત્ન વિના તીવ્રરાગનો-સાવધનો ત્યાગ થતો નથી. આ કારણે જ જેને હિંસાના પરિણામના ત્યાગરૂપ પ્રયત્ન વર્તે છે તે પ્રયત્નપરાયણને અહિંસાવૃત હોય છે એમ કહે છે. લ્યો, આ વ્યવહાર અહિંસાવ્રતની વાત કરી. અને છતાં તેમાં પણ કેટલી વાત મૂકી છે!
અહા! જેમ એકડાં વિના મીંડાની શી ગણતરી? (કાંઈ નહીં), વર વિના અણવરની કિંમત શું? (કાંઈ નહીં) અને વર વિના જાન કોની? (કોઈની નહીં), કેમ કે વર હોય તો જાન કહેવાય. નહીંતર તો એ માણસોના ટોળાં કહેવાય. તેમ પૂર્ણ સ્વરૂપના આશ્રયે પૂર્ણતાની કબૂલાત થતાં ભગવાન આત્માના શ્રદ્ધા-જ્ઞાનની જે પરિણતિ–દશા પ્રગટ થઈ તેની સાથે સ્વરૂપની રમણતા પણ હોય છે અને તેવી દશાવંતને તે જ કાળે - તે જ ભૂમિકાની સાથે – હિંસાના પરિણામના અભાવરૂપ પ્રયત્નપરિણામ હોય છે કે જેને અહિંસાવ્રત કહેવામાં આવે છે. પણ હવે આ વ્રત શું પરિણામ શું? દ્રવ્ય શું? અને ગુણ શું? – એ વગેરેનું ભાન ન મળે અને અજ્ઞાની “અમે વ્રતધારી છીએ' એમ માને છે. શ્રીમદ્ભાં આવે છે ને? કે:
‘લઘું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન” ... (આત્મસિદ્ધિ ગા.૨૮) પ્રશ્ન:- વ્યવહાર સાધન ને નિશ્ચય સાધ્ય – એમ નથી આવતું?
સમાધાન:- એ તો વ્યવહારથી ‘વ્યવહાર સાધનની અસ્તિ છે' એમ બતાવ્યું છે. ખરેખર સાધ્ય-નિશ્ચય પ્રગટે છે તે તો વ્યવહાર સાધનની અપેક્ષા રાખ્યા વિના પોતાના આત્મદ્રવ્યને આશ્રયે પ્રગટે છે.
પ્રશ્ન:- છતાં પણ ‘પંચાસ્તિકાય'માં કહ્યું નથી કે વ્યવહાર સાધન ને નિશ્ચય સાધ્ય? ત્યાં ભેદ-ભિન્ન સાધન-સાધ્ય નથી કહ્યાં? (પંચાસ્તિકાય ગા.૧૬૦)
સમાધાન:- બધુંય કહ્યું છે સાંભળ ને? આ અહિંસાવ્રતના પરિણામ સાધન છે અને નિશ્ચય તેનું સાધ્ય છે એમ જે ભિન્ન સાધન-સાધ્ય કહ્યાં છે તે વ્યવહારનું જ્ઞાન કરાવવા કહ્યું છે. નિશ્ચય પરિણતિરૂપ સાધકપણામાં આવો વ્યવહારનો પરિણામ હોય