________________
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
અહા! જ્ઞાનીને એકકોર કતૃત્વબુદ્ધિ છૂટી ગઈ છે, છતાં શુભપરિણામનું પરિણમનરૂપ કર્તૃત્વ છે. શું કહ્યું એ? કે ‘પ્રવચનસાર’ના ૪૭ નયમાં એક કર્તૃત્વનય આવે છે. શુભભાવ કરવાલાયક છે એવી કર્તાબુદ્ધિ જ્ઞાનીને છૂટી ગઈ છે અને તેથી તેને શુદ્ધપરિણતિ થઈ છે. પરંતુ હજુ પરિણતિ તદ્ન શુદ્ધ થઈ નથી એટલે શુભપરિણતિ હોય છે. તેથી પરિણમે તે કર્તા એ અપેક્ષાએ, શુભપરિણતિરૂપે પરિણમવારૂપ કર્તાપણું જ્ઞાનીને હોય છે. તથા તે કર્તાપણું જ્ઞાનીએ જ્ઞાનમાં જાણવાલાયક પણ છે. લ્યો, શુભપરિણામ કરવાલાયક નથી એમ માનવા છતાં જ્ઞાનીને શુભપરિણતિ થાય છે અને તેને અહીંયા વ્યવહારપ્રયત્ન કહેવામાં આવે છે. આ તો સભ્યજ્ઞાનનો કાંટો છે કે જેમાં કાંઈપણ ફેરફાર—ઓછું, અધિક કે વિપરીત—ન ચાલે. આવી વાત છે!
૮]
અહીં કહે છે કે બીજાનું મરણ થાવ કે ન થાવ, તેની સાથે વ્યવહારપ્રયત્નને સંબંધ નથી. તેમ જ તે પ્રયત્નરૂપ પરિણામ વિના દોષનો ત્યાગ થતો નથી. (માટે વ્યવહારપ્રયત્નનું જ્ઞાન કરવું જોઈએ.) તેથી તો ‘છઢાળા’માં કહ્યું છે ને? કે ‘બિન જાને તેં દોષ ગુનનકો, કૈસે જિયે ગહિયે’. (પદ ૧૧, ત્રીજી ઢાળ.) જાણ્યા વિના ગુણને કેમ ગ્રહી શકાય અને દોષને કેમ તજી શકાય? આવી રીતે જ્ઞાનીને દોષ જાણવામાં હોય છે. છતાં પણ ‘સમયસાર'માં મુખ્યપણે તો જ્ઞાની શુદ્ધાત્માને જાણે છે અને શુદ્ધપણે પરિણમે છે એમ કહે છે. યુદ્ધ તુ વિયાળતો સુધ્ધ ચેવયં તદ્ નીવો । (શુદ્ધ આત્માને જાણતો-અનુભવતો જીવ શુદ્ધ આત્માને જ પામે છે) અને ગાળતો ૐ અસુધ્ધ શુદ્ધસ્વરૂપને છોડીને એકલી અશુદ્ધતાને જે જાણે છે તે અનુમેવયં તરફ ॥ (સમયસાર ગા.૧૮૬). ‘વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે’ – એમ જે (સમયસાર ગા.૧૨ માં) કહ્યું છે તેનો અર્થ એ છે કે શુદ્વસ્વભાવને જાણતા વ્યવહાર જણાય છે. આવો વ્યવહાર હોય છે.
-
-
‘મોક્ષમાર્ગ પ્રકાશક’માં એક ઠેકાણે કહ્યું છે કે નિશ્ચય સહિત શુભરાગ હોય તો તેને વ્યવહાર કહીએ. અને (કદાચિત્) નિશ્ચય ન હોય તો પણ એ જીવ નિશ્ચય પામશે એ અપેક્ષાએ તેના શુભરાગને વ્યવહાર કહેવાય છે.- આવું તેમાં આવે છે. જે જીવ નિશ્ચય પામવાનો છે તેના શુભોપયોગને પરંપરાએ, વર્તમાનમાં વ્યવહારાભાસ છે તો પણ, વ્યવહાર કહેવામાં આવે છે. અહા! ‘મોક્ષમાર્ગ પ્રકાશક’માં તો એક-એક વાતને છણીને બહુ ખુલાસા કર્યા છે, ચોક્ખી વાત મૂકી છે. પરંતુ જેને સમ્યક્ પ્રકારે જાણવું હોય તેના માટે આ વાત છે. બાકી હઠ કરીને પોતાનું (અસત્ય) રાખવું હોય અથવા પોતે (વિપરીત) માન્યું હોય તેનું કાંઈક રાખો એમ જેને હઠ કરવી હોય એવા જીવને માટે આ વાત નથી. શાસ્ત્રમાં જે કહ્યું છે તે જેણે માન્યું છે તે જીવ જ આત્મામાં રહેશે.