________________
ગાથા – ૬૦]
[પ૧
ભવ્ય જીવ ભવભીપણાને લીધે પરિગ્રહવિસ્તારને છોડો અને નિરુપમ સુખના આવાસની પ્રાપ્તિ અર્થે નિજ આત્મામાં અવિચળ, સુખાકાર (સુખમયી) તથા જગતજનોને દુર્લભ એવી સ્થિતિ (સ્થિરતા) કરો'.
વાસ્તવિક મુનિપણાની દશા અને તેનું પાંચમું વ્રત કેવું હોય અર્થાત્ મુનિને નિશ્ચય અનુભવ સહિત પાંચમું વ્રત કેવું હોય તેની આ વાત છે. જેને નિશ્ચયમાં (શુદ્ધ પરિણતિમાં) પોતાના સ્વભાવનો – કે જે અતીન્દ્રિય આનંદમય છે તેનો – અનુભવ થયો છે, તે ઉપરાંત જેને સ્વરૂપની વિશેષ રમણતા થઈ છે એટલે કે વિશેષ શાંતિ અને વીતરાગતા પ્રગટ થયા છે તેને તેની ભૂમિકાને યોગ્ય પાંચ મહાવ્રતનો શુભરાગ હોય છે. તેમાં પરિગ્રહના ત્યાગનો જે શુભરાગ છે તેને અહીંયા પાંચમું મહાવ્રત કહે છે.
અહીં કહે છે કે જે ભવ્ય જીવ છે – આત્માની શાંતિ, આનંદ આદિની પૂર્ણ દશા એવી મુક્તિનો જે અભિલાષી છે – તેને ચાર ગતિના ભવનો ભય હોય છે. મુનિને ચાર ગતિમાંથી કોઈપણ ગતિમાં-ભવમાં જવાનો ભય હોય છે. ચાર ગતિના પરિભ્રમણનો તેમને ડર હોય છે. સ્વર્ગની ગતિ હોય તો પણ તે કષાયની અગ્નિ છે. તેનાથી – કષાયના અંગારાથી – સ્વર્ગના દેવો પણ બળી રહ્યા છે. માટે કોઈપણ ગતિમાં શાંતિ નથી. તેથી ધર્મને—સમ્યગ્દષ્ટિને અને મુનિને—ભવભીરુપણું હોય છે. અહીંયા જો કે મુનિની વાત છે એટલે મુનિને ભવભીપણું છે એમ કહે છે. કોઈપણ ભવ અને ભવના કારણરૂપ ભાવનો મુનિને ડર હોય છે કે આ નહીં, આ નહીં. અરે! હું તો અતીંદ્રિય આનંદનો સાધક આત્મા છું. અને એવા મને ભવ અને ભવના ભાવનો ડર છે એમ તેઓ જાણે છે. આવા જીવો, કહે છે કે, પરિગ્રહવિસ્તારને છોડો. જુઓ, ભવ્ય જીવ ભવથી ડર્યો છે એમ કહે છે.
વાસ્તવિક જૈનદર્શનનું વીતરાગે કહેલું મુનિપણું કેવું હોય તેની અહીંયા સાચી સમજણ આપે છે. તેમ જ તે મુનિપણું અંગીકાર કરવું કે જે મુક્તિનું તાત્કાલિક કારણ છે એમ ઉપદેશ કરીને વૈરાગ્ય કરાવે છે. તો, કહે છે કે જે સાચા મુનિ છે તેમને તો એક વસ્ત્રનો તાણો પણ ન હોય. તેથી તો કહ્યું ને? કે પરિગ્રહવિસ્તારને છોડો. પરિગ્રહનો જેટલો વિસ્તાર છે તેને છોડો અર્થાત્ પરિગ્રહનો બધોય વિગ્રહ (વિસ્તાર) છોડો. કેમ કે એક કપડાનો ટૂકડો રાખે તોપણ મમત્વ-મૂર્છા-પરિગ્રહ છે અને જ્યાં એવો ભાવ છે ત્યાં મુનિપણું હોતું નથી.
અહીં વ્યવહારથી ઉપદેશ છે ને? એટલે કહે છે કે પરિગ્રહવિસ્તારને છોડો અને ઉપમા વિનાના આત્માના આનંદના નિવાસસ્થાનની પ્રાપ્તિ અર્થે સ્થિરતા કરો. અતીંદ્રિય આનંદનું નિવાસસ્થાન-ઘર આત્મા છે. અતીન્દ્રિય આનંદ ક્યાંય બીજે નથી, પણ પોતાનો