________________
૫૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
સચ્ચિદાનંદ પ્રભુ આત્મા જ શાશ્વત જ્ઞાન અને આનંદનો ભંડાર છે, અતીન્દ્રિય આનંદનો દરિયો છે. તેમાં અવિચળ – ચળે નહીં એ રીતે સ્થિર થા એમ કહે છે. જુઓ, આ મુનિપણું અહા! પ્રભુ આત્મા પુણ્ય-પાપના રાગથી ભિન્ન છે અને પોતાના અતીન્દ્રિય આનંદથી અભિન્ન છે. લ્યો, આવું આત્મતત્ત્વ છે. આવા સુખાકાર-સુખમય ભગવાન આત્મામાં સ્થિતિ કરો અને આ મતલબ કે આત્માના અતીન્દ્રિય આનંદમાં રહેવું તે સાધારણ પ્રાણીને મહાદુર્લભ છે. જ્યારે મુનિને તો, કહે છે કે, સુલભ છે. લ્યો, જેને આવી સ્થિરતા થઈ હોય તેને જ મુનિ કહીએ.
અહા! મુનિએ પોતાનો અતીન્દ્રિય આનંદ સમ્યગ્દર્શન થતાં અનુભવ્યો હતો એટલે કે પહેલાં સમ્યગ્દર્શન થતાં જાણ્યું હતું કે હું આત્મા છું અને મારામાં અતીન્દ્રિય આનંદ છે. હવે તેમાં અવિચળ સ્થિતિ કરીને તેઓ કહે છે કે જગતના સાધારણ પ્રાણીને તે સ્થિતિ દુર્લભ છે. બોધિદુર્લભ ભાવના આવે છે ને ? અર્થાતુ પહેલાં તો સમ્યગ્દર્શનજ્ઞાન જ દુર્લભ છે. કેમ કે (આત્મા) એ ચીજ છે તેની અજ્ઞાનીને ખબર જ નથી અને બહારથી માની બેઠા છે કે અમે જ્ઞાની છીએ.) હવે જેને જગતના ભવમાંથી નીકળવું છે તેની તો આવી–આત્માના અનુભવમય–અંતરદશા હોય છે. તેને આત્મામાં અવિચળ સ્થિતિ-સ્થિરતા હોય છે કે જે જગતજનને દુર્લભ છે. આમ કહીને મુનિદશાને યોગ્ય અતીન્દ્રિય આનંદમાં મુનિરાજ સ્થિર હોય છે એમ કહે છે. લ્યો, આ મુનિપણું! અરે! અજ્ઞાનીને તો હજુ મુનિપણું શું ચીજ છે, મુનિપણાની દશા શી (કેવી) છે તેની કાંઈ ખબર ન હોય અને નગ્ન થઈને નીકળી પડે છે. છતાં માને છે કે અમે સાધુ છીએ.
અહા! વસ્તુરૂપ આત્મા છે તે અતીન્દ્રિય આનંદનું ઘર-નિવાસસ્થાન-ધામ છે. તો, તેનો તે અનુભવ ક્ય હોય કે આ આત્મા આનંદસ્વરૂપ છે તો હવે તેમાં ઠર અર્થાત્ તેમાં વાસ કર, નિવાસ કરે અને તેનું નામ સાધુપણું છે. તથા આવી ચારિત્રદશા વિના મુક્તિ નથી એમ કહે છે.
જ્ઞાની જાણે છે કે રાગ છે એ તો દુઃખરૂપ છે. અરે! વ્રતનો વિકલ્પ પણ દુઃખરૂપ છે. જ્યારે મારો આવાસ તો નિમ્પમ સુખમય છે. નિરુપમ અતીન્દ્રિય આનંદમય મારો સ્વભાવ છે તે મારું ઘર છે અને તેમાં મારો વાસ છે. મારું હસવું-મારું નિવાસસ્થાનમારું ઘર-મારું રહેઠાણ-મારું આયતન-નિમ્પમ સુખમય છે અર્થાત્ નિરુપમ સુખમય આત્મા મારું આયતન છે અને તેની પ્રાપ્તિ અર્થે એટલે કે મારા નિજાનંદસ્વરૂપ ભગવાન આત્માની પ્રાપ્તિ અર્થે હું તેમાં કરું . અહા! શરીરાદિ તો પર છે અને રાગાદિ વિકારદુઃખ છે. જ્યારે પૂર્ણ અતીંદ્રિય આનંદમય ભગવાન આત્મા મારું ઘર છે. તેથી તેની મારી