________________
ગાથા – ૬૦]
[૫૩
પર્યાયમાં પ્રાપ્તિ અર્થે મારી દશા તેના સન્મુખ વળી છે અને રાગ-રજકણથી વિમુખ થઈ છે. લ્યો, આનું નામ પરિગ્રહ રહિતપણું છે.
અહા! હું તો એક નિરુપમ–જેની ઉપમા ન મળે એવાઅતીન્દ્રિય આનંદનો આવાસ છું. સચ્ચિદાનંદ = સત્+
ચિઆનંદ = શાશ્વત જ્ઞાન અને આનંદનો હું આવાસ છું. આ મારું નિવાસ-રહેવાનું સ્થાન છે, પણ નિમિત્ત કે વ્યવહારરૂપ રાગ મારું રહેવાનું સ્થાન નથી. અરે ! ચૈતન્ય શું છે તેની જગતને ખબર નથી.) એ તો પૂર્ણાનંદનો નાથ છે. કેવળજ્ઞાનીને જે આનંદ પ્રગટ્યો છે તે પણ તેનાથી તો અનંતમા ભાગનો છે. કેમ કે કેવળજ્ઞાનીને જે આનંદ પ્રગટ્યો છે તે તો પર્યાયનો એક સમયનો આનંદ છે. જ્યારે દ્રવ્યમાં તો તેનાથી અનંત-અનંત ગુણો અપરિમિત સ્વભાવરૂપ અતીંદ્રિય આનંદ પડ્યો છે. અર્થાત્ અતીન્દ્રિય આનંદનો કંદ એ દ્રવ્યસ્વભાવ છે અને તે મારો છે એમ દ્રવ્યસ્વભાવને ધર્મી પોતાની દષ્ટિના વિષયરૂપ કબૂલે છે. ઝીણી વાત છે ભાઈ! અરે! તેણે અનંતકાળમાં અપૂર્વપણું કોઈ દિ' ક્યું નથી તેથી તેને એમ લાગે છે કે શું છે આ? પણ ભાઈ! આ અપૂર્વ ચીજ છે કે જેને પૂર્વે કોઈ દિ' તેણે દૃષ્ટિમાં લીધી નથી. તેણે બહારની બધી વાત કરી છે કે આમ કરવું ને આમ છોડવું, પણ એ તો બધી મિથ્યાભ્રમની પ્રવૃત્તિ છે.
અહીં જ્ઞાની કહે છે કે મારું નિજઘર તો નિરુપમ સુખમય છે, પણ રાગ કે તેના નિમિત્તો એવી પરિગ્રહવસ્તુ મારો આવાસ-સ્થાન-ઘર-આયતન-રહેઠાણ-નથી. તે મારું રહેવાને યોગ્ય રહેઠાણ નથી. એ વાત તો “સમયસારના નિર્જરા અધિકારમાં પણ આવે છે ને ? કે મારા આત્માને રહેવાનું રહેઠાણ આનંદમય છે. (કલશ-૧૩૮, ગાથા-૨૦૩) લ્યો, રહેનારને રહેઠાણનું સ્થાન તો આત્મા છે એમ કહે છે. આત્મામાં જ્ઞાન, દર્શન વગેરે એવી સંખ્યાએ અનંત શક્તિ છે, તે એક-એક શક્તિનું પણ અનંત-અનંત રૂપ-સ્વરૂપ છે અને આવી અનંત શક્તિનું એકરૂપ તે દ્રવ્ય છે. આવું જે દ્રવ્ય—પૂર્ણ પ્રભુ આત્મા–છે તે મારું નિવાસસ્થાન છે એટલે કે મારે રહેવાનું ઘર તો આ છે એમ ધર્મ જાણે છે. ભજનમાં નથી આવતું કે,
હમ તો કબહું ન નિજ ઘર આયે....(૨) પર ઘર ફિરત બહુત દિન બીતે નામ અનેક ઘરાયે.. હમ તો....'
(પં. દૌલતરામજી).