________________
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
હું રાગી છું, પુણ્યવાળો છું, પાપવાળો છું, હું મનુષ્ય છું – એવા નામો તો અનંતવાર ધરાવ્યા
-
પુણ્ય કર્યા છે, મેં પાપ કર્યા છે, છે, પણ તે નિજઘર નહીં. નિજઘર તો આ છે: નિરુપમ આનંદનું ધામ ભગવાન આત્મા. પણ અરે! કેમ બેસે? કેમ કે તેની દૃષ્ટિ જ અનાદિની અંશ અને રાગ ઉપર છે. અનંત ગુણની પર્યાયનો અંશ—કે જે પ્રગટ વ્યક્ત છે તથા જે રાગ છે તેના ઉપર અનાદિથી તેની રુચિ અને રમત છે. અરે! (દ્રવ્યલીંગી) સાધુ થઈને નવમી ત્રૈવેયક ગયો તો પણ તેની જ રુચિ હતી. ‘છઢાળા’માં કહ્યું છે ને? કે,
૫૪]
‘મુનિવ્રત ધાર અનંત વાર, ગ્રીવક ઉપાયૌ; પૈ નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાૌ.....
(ચોથી ઢાળ પદ.૫)
એનો અર્થ એ થયો કે સ્વસુખના જ્ઞાન-ભાન વિના એ બધા પાંચ મહાવ્રતાદિ ૨૮ મૂળગુણ પણ દુઃખરૂપ પરિણામ છે. લ્યો, પાંચ મહાવ્રતાદિ ૨૮ મૂળગુણના પરિણામ પણ દુઃખરૂપ છે એમ કહે છે. કેમ કે તે શુભરાગ છે ને? અહા! ‘આતમજ્ઞાન વિના' એટલે
જે આનંદનું ધામ છે એવા આત્માનું - સ્વજ્ઞેયનું – જ્ઞાન કર્યા વિના આનંદ ન થાય. જ્યારે પરજ્ઞેયનું જ્ઞાન કરવામાં તો દુ:ખ અને પરાધીન—પરાવલંબી જ્ઞાન છે. મારગ આવો છે! વસ્તુની સ્થિતિ આવી છે બાપુ! આ કાંઈ બીજી રીતે કરે તો વસ્તુ મળે એમ નથી. કેમ કે વસ્તુ જ આવી છે.
અહા! એક સમયમાં વસ્તુ આત્મા જ નિરુપમ પૂર્ણાનંદમય પ્રભુ છે કે જેને ઉપમા નથી. અરે! તેના આનંદના એક અંશના સ્વાદને પણ ઉપમા નથી. તેને કોની સાથે મેળવવો? કેમ કે ઈંદ્રના રાગના સુખ પણ ઝેર જેવા છે.
શ્રોતા:- તે (ઈંદ્રના) સુખ જ ક્યાં છે?
પૂજ્ય ગુરુદેવશ્રી:- પણ લોકો માને છે ને? કે અમે ઈંદ્ર જેવા ભોગ લઈએ છીએ. ધૂળેય તે પરનો ભોગ લેતો નથી. પરવસ્તુનો તો કોઈને પણ ભોગ છે જ નહીં, તેને તો રાગનો ભોગ છે અને તે રાગ ઝેર છે. કેમ કે અમૃતસ્વરૂપ ભગવાન આત્માથી ઊલટો ભાવ છે. છતાં એવા રાગના દાવાનળ જેવા દુ:ખમાં પડેલો અજ્ઞાની જીવ એમ માને છે કે અમે સ્વર્ગાદિમાં સુખી છીએ. પણ એ તો તેનો મિથ્યાભ્રમ છે. સુખ-આનંદનું ધામ તો ચૈતન્ય પ્રભુ આત્મા છે.