________________
ગાથા – ૫૬]
(માલિની) त्रसहतिपरिणामध्वांतविध्वं सहेतुः सकलभुवनजीवग्रामसौख्यप्रदो यः । स जयति जिनधर्मः स्थावरैकेन्द्रियाणां विविधवधविदूरश्चारुशर्माब्धिपरः ॥ ७६ ॥
[૩
(શ્લોકાર્થ:-) ત્રસઘાતના પરિણામરૂપ અંધકારના નાશનો જે હેતુ છે, સકળ લોકના જીવસમૂહને જે સુખપ્રદ છે, સ્થાવર એકેંદ્રિય જીવોના વિવિધ વધથી જે બહુ દૂર છે અને સુંદર સુખસાગરનું જે પૂર છે, તે જિનધર્મ જયવંત વર્તે છે. ૭૬.
ગાથા - ૫૬ ઉપરનું પ્રવચન
હવે વ્યવહારચારિત્ર અધિકાર કહેવામાં આવે છે.’
આ, નિયમસાર શાસ્ત્રનો વ્યવહારચારિત્ર નામનો ચોથો અધિકાર છે. નિશ્ચય સહિત અર્થાત્ સ્વસ્વભાવના આશ્રયે વીતરાગભાવરૂપ શુદ્ધ પરિણતિ હોય ત્યાં જે વ્યવહાર હોય તેનું હવે વર્ણન છે.
પ્રશ્ન:- વ્યવહાર તો દોષ છે. તેનું વર્ણન શું કરવા (-શા માટે) કર્યું?
સમાધાન:- દોષને પણ સમજાવવો તો જોઈએ ને? દોષ છે - તેનું અસ્તિપણું છે – એમ જ્ઞાન તો કરાવવું જોઈએ ને? (તેથી અહીં વર્ણન કર્યું છે.) દોષનું જ્ઞાન કરાવવા માટે અહીં જણાવ્યું છે કે આવો ભાવ હોય છે. સ્વદ્રવ્યનો જ્યાં ઉગ્ર અથવા ગુણસ્થાનને યોગ્ય આશ્રય છે ત્યાં તે ભૂમિકામાં પરાશ્રિત—પરાવલંબી—કષાયની મંદતા આ જાતની હોય છે તેમ અહીં જણાવશે. અને તે (-જ્ઞાની) વ્યવહારપ્રયત્ન કરે છે એમ પણ અહીંયા કહેવામાં આવશે. કેમ કે વ્યવહારથી વાત છે ને?
‘આ, અહિંસાવ્રતના સ્વરૂપનું કથન છે.’
આ અહિંસાવ્રત એટલે વ્યવહાર અહિંસાવ્રત. કેમ કે આ વ્યવહારચારિત્ર અધિકાર છે ને ? તો, કહે છે કે આ વ્યવહાર અહિંસાવ્રતના સ્વરૂપનું કથન છે - વ્યવહાર અહિંસાવ્રતની વાત છે.
પ્રશ્ન :- બે જાતની અહિંસા છે?
સમાધાન :- (હા), અહિંસા બે પ્રકારની છે. (૧) નિશ્ચય અહિંસા અને