________________
ગાથા – ૬૩]
[૧૩૫
એ રીતે સત તપને (-સમ્યફ તપને) તપીને.....'
જોયું? સત્ તપ આ છે કે પૂર્ણ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મામાં તેનું ધ્યાન કરીને લીન થવું. પૂર્ણસ્વરૂપને ધ્યેય બનાવીને તેના ધ્યાનમાં લીન થવું તે સત્ તપ સાચું તપ અને સાચું મુનિપણું છે એમ કહે છે. પૂર્ણ જ્ઞાનપ્રકાશ જ જેનો સ્વભાવ છે એવા આત્માને દષ્ટિમાં લઈને અને તેનું ધ્યાન કરીને તેમાં લીનતા કરવી તે સમ્યફ તપ છે. આ વ્યવહાર એષણાસમિતિનો વિકલ્પ છે તે સમ્યફ તપ નથી, કેમ કે એ તો વ્યવહાર (રાગ) છે. પરંતુ અંદરમાં એકાગ્ર થવું તે સમ્યફ તપ છે અને તે શુદ્ધ એષણાસમિતિ છે. બીજી રીતે કહીએ તો, પૂર્ણ જ્ઞાનપ્રકાશસ્વરૂપ ભગવાન આત્મામાં લીન થવું – તેના તરફના વલણવાળી એકાગ્રતાની દશા કરવી – તેને અહીંયા નિશ્ચય એષણાસમિતિ અથવા સત્ - સાચું તપ અને સાચું મુનિપણું કહેવામાં આવે છે. લ્યો, આનું નામ સમ્યક તપ અને સાચું મુનિપણું છે. પણ પંચ મહાવ્રતનો વિકલ્પ કે વ્યવહાર એષણાસમિતિ સાચું તપ કે સાચું મુનિપણું નથી એમ કહે છે.
તે સત્ તપસ્વી (-સાચો તપસ્વી) દેદીપ્યમાન મુક્તિવારાંગનાને (-મુક્તિરૂપી સ્ત્રીને) પ્રાપ્ત કરે છે.”
ભાષા તો જુઓ! આવી ભાષા બીજે ક્યાંય મળે એવી નથી. પરમ સત્ એવા પૂર્ણ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માને શોધીને, પકડીને તેમાં લીન થાય તે જ સાચો તપસ્વી છે એટલે કે સાચા મુનિ છે. આ સાચું તપસ્વીપણું, સાચે મુનિપણું છે. સત્ તપસ્વીતપનો કરનાર તેને કહીએ કે જે પૂર્ણ જ્ઞાનઘનસ્વરૂપ જ્ઞાનપ્રકાશની મૂર્તિ પ્રભુ આત્માના ધ્યાનમાં લીન થાય. લ્યો, આનું નામ સાચું તપ, સાચું મુનિપણું ને સાચી દીક્ષા છે. ભારે વાત!
પ્રશ્ન:- આવું જાણ્યા પહેલાં દીક્ષા લઈ લે તો વાંધો શું?
સમાધાન:- પણ દીક્ષા કોને કહેવી, દીક્ષાની દશા શું – તે જાણ્યા પહેલાં દીક્ષા કેવી?
પ્રશ્ન:- એ તો પછી (-દીક્ષા લીધા પછી) શીખી-જાણી લેશે?
સમાધાન:- પછી શું શીખી લેશે? કેમ કે હજુ જે પહેલું શીખવાનું છે તે તો શીખ્યો નથી. અહીં કહે છે કે પૂર્ણ જ્ઞાનપ્રકાશનો પુંજ એવો પ્રભુ આત્મા એક સમયમાં નિત્ય