________________
૧૮૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
(૨) જ્યારે શુભ પરિણતિને (-રાગાદિને) વ્યવહાર કહીએ ત્યારે શુદ્ધપરિણતિને નિશ્ચય
કહીએ. અને (૩) જ્યારે શુદ્ધપરિણતિને વ્યવહાર કહીએ ત્યારે દ્રવ્યને નિશ્ચય કહીએ.
આવું છે. આ તો બાપા! વીતરાગનો મારગ છે. આ કાંઈ આલી-દુઆલીનો માર્ગ નથી. કેવળજ્ઞાનથી કસાયેલો અર્થાત્ કેવળજ્ઞાનથી સિદ્ધ થઈને આવેલો આ માર્ગ અલૌકિક
અહા! આ નિયમસારમાં તો એમ જ કહ્યું છે કે મોક્ષનું કારણ દ્રવ્ય-કારણપરમાત્મા જ છે. ત્રિકાળી પૂર્ણ કારણશક્તિ ભગવાન આત્મામાં પડી જ છે. તેથી તેને કારણજીવ કહો કે કારણપરમાત્મા કહો – એક જ છે. તો, તે કારણપરમાત્મા મોક્ષના પર્યાયનું કારણ છે. બીજી રીતે કહીએ તો, કાર્યજીવ એટલે મોક્ષપર્યાય અને તેનું કારણ ખરેખર તો કારણજીવ એટલે કે ત્રિકાળી દ્રવ્ય છે. પરંતુ જ્યારે વ્યવહારથી (-પર્યાયથી) વાત લેવી હોય ત્યારે શુદ્ધપરિણતિને નિશ્ચયકારણ કહીએ અને રાગને વ્યવહારકારણ કહીએ. પછી જ્યારે “રાગ જીવનો છે” એમ લેવું હોય ત્યારે રાગને નિશ્ચય કહીએ અને કર્મના | નિમિત્તપણાને વ્યવહાર કહીએ. ‘પ્રવચનસારજી'ની ૧૮૯મી ગાથામાં આવે છે ને ? કે શુભરાગ નિશ્ચયથી આત્માનો છે. - એમ ત્યાં કહ્યું છે. કેમ કે રાગ આત્માની પર્યાયમાં છે ને?
અહા! રાગ પોતાનામાં છે તેથી તે અપેક્ષાએ તેને નિશ્ચય કહ્યો અને તેમાં નિમિત્ત કર્મ છે તેથી તેને વ્યવહાર કહ્યો. પરંતુ જ્યારે શુભરાગને વ્યવહાર કહેવો હોય ત્યારે નિર્વિકલ્પ શુદ્ધપરિણતિને નિશ્ચય કહીએ અને શુભરાગને વ્યવહાર કહીએ. અથવા તો રાગથી ભેદ કરીને જ્યારે તેનાથી ભિન્ન અનુભવ થાય ત્યારે રાગને વ્યવહાર કહીએ અને શુદ્ધપરિણતિને નિશ્ચય કહીએ. તથા જ્યારે નિશ્ચય મોક્ષમાર્ગને (-શુદ્ધપરિણતિને) વ્યવહાર કહીએ ત્યારે ત્રિકાળી દ્રવ્યને નિશ્ચય કહીએ. લ્યો, આવા ભેદ છે! જુઓ, ‘પરમાર્થવનિકા'માં એમ કહ્યું છે કે નિશ્ચય નિર્વિકલ્પ મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર છે. નિર્વિકલ્પ મોક્ષમાર્ગ–સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગી દશા–પણ વ્યવહાર છે હોં. કેમ કે તે પર્યાય છે અને પર્યાય તે વ્યવહાર છે. પોતાનામાં ને પોતાનામાં ભેદ