________________
૧૬ ૬]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
આ માર્ગ છે બાપા! અરે! આ રીત છે એમ ભાઈ! પહેલાં જાણ તો ખરો! પરંતુ હજુ જેના આ માર્ગને કે રીતને જાણવાના પણ ઠેકાણા નથી, જેની શ્રદ્ધાના પણ ઠેકાણા નથી (તે માર્ગને કે રીતને કેવી રીતે પ્રાપ્ત કરશે?) આ તો હજુ વ્યવહાર શ્રદ્ધા છે હોં, પરલક્ષી જ્ઞાન છે હીં. પરંતુ જેના પરલક્ષી જ્ઞાનમાં પણ યથાર્થતા નથી તેને સ્વલક્ષી જ્ઞાનની યથાર્થતા આવે જ નહીં. અહા! પરલક્ષી જ્ઞાનમાં પણ હજુ જેને યથાર્થતા આવી નથી એટલે કે વ્યવહારથી લાભ થાય એમ જે જાણે છે તેનું તો એ પરલક્ષી જ્ઞાન પણ ખોટું છે. પરંતુ જે પરલક્ષી જ્ઞાનમાં યથાર્થપણું આવ્યું છે એટલે કે રાગથી-વ્યવહારથી લાભ નથી અને સમકિતી વ્યવહારથી મુકત છે વગેરે આવું જ્ઞાન સમતિ થવા પહેલાં થયું છે તે પણ હજુ પરલક્ષી જ્ઞાન છે, પણ સમ્યજ્ઞાન નથી. સમ્યજ્ઞાન તો, તે પરલક્ષી જ્ઞાનનું પણ લક્ષ છોડી દઈને સ્વચૈતન્યનું લક્ષ કરતાં જે જ્ઞાનની દશા પ્રગટે તેને કહેવામાં આવે છે.
અહીં કહે છે કે મુનિરાજ ‘મારો પૂર્ણ પ્રભુ હું છું, હું જ ભગવાન છું” એમ, આવો વિકલ્પ નહીં હો, આત્માને ધ્યાનમાં લઈને પોતાના પૂર્ણ મહિમાવંત ભગવાનસ્વરૂપ સ્વભાવમાં એકાગ્ર થાય છે, તેને ધ્યાવે છે, તેને ધાવે છે એટલે કે આનંદનો સ્વાદ લે છે. જેમ બાળક માતાને ધાવે છે ત્યારે દૂધ પીવે છે ને ? તેમ મુનિરાજ અતીન્દ્રિય આનંદનો નાથ એવા ભગવાન આત્મામાં એકાગ્ર થઈને તેને ધાવે છે ત્યારે આનંદ પીવે છે, નિર્વિકલ્પ આનંદનો સ્વાદ લે છે. ભારે કામ ભાઈઅરે! (આવું સાંભળી) કાયરના તો કાળજાં કંપી ઉઠે છે કે આવું થઈ શકશે? આવું થઈ શક્યું હશે? (હા ભાઈ) આવું ધ્યાન કરીને અનંતા જીવો મોક્ષ ગયા છે.
અથવા ફરીફરીને કલેવરનું (શરીરનું) પણ અશુચિપણું સર્વ તરફથી ભાવે છે.” મુનિ કાં આત્માનું ધ્યાન કરે કાં એવો વિચાર-વિકલ્પ કરે કે અહો! આ શરીરમાં તો માંસ, હાડકાં, વિષ્ટા, પેશાબ, ચામડાં ભરેલા છે. એ રીતે શરીરનું અને શરીરના દરેક અવયવનું અશુચિપણું છે એમ ભાવના કરે. તેઓ શુભ વિકલ્પથી આ શરીરનું-કલેવરનું અશુચિપણું ભાવે કે આ શરીર તો માંસ, હાડકાં, લોહી, પરું અને વીર્યનો પીંડ છે. જ્યારે ભગવાન આત્મા તો અતીન્દ્રિય આનંદ આદિ ગુણોનો પીંડ છે. -આમ આ આત્મા શુચિ છે ને શરીર અશુચિ છે. ‘સમયસારજીની ૭૨ મી ગાથામાં આવે છે ને? કે, (૧) પુણ્યપાપના પરિણામ અશુચિ છે. જુઓ, દયા, દાન, વ્રત, ભક્તિના પુણ્ય પરિણામશુભ વિકલ્પ પણ અશુચિ છે એમ ત્યાં આવે છે. તે ઉપરાંત ત્યાં એમ પણ કહ્યું છે કે, (૨) પુણ્ય-પાપના પરિણામ વિપરીત એટલે કે જડ છે. દયા, દાન કે મુનિને વ્રતનો