________________
ગાથા – ૬૫]
[૧૬૫
કરે છે, મનના સંબંધનો ત્યાગ કરે છે અર્થાત્ મનનો સંગ છોડે છે, ધ્યાનમાં લીન થઈને મનને પણ છોડી દે છે. - આ નાસ્તિથી વાત કરી. હવે પછી તેઓ શું કરે છે તે કહે છે.
‘નિજ આત્માને અવ્યગ્ર(-એકાગ્ર) થઈને ધ્યાવે છે'. - આ અસ્તિથી વાત કરી. જંગલ અને પેશાબ કર્યા પછી મુનિ પોતાના આનંદસ્વરૂપ આત્માને ધ્યાનમાં લઈને અવ્યગ્રપણે-એકાગ્રપણે તેનું ધ્યાન કરે છે. એટલે કે આત્માને ધ્યેય બનાવીને તેમાં સ્થિર થાય છે. લ્યો, વ્યવહારસમિતિના વિકલ્પ પછી મુનિનું આ કર્તવ્ય છે કે કાયક્રિયાનું લક્ષ, વિકલ્પ અને મનનો સંગ છોડીને અંદર ધ્યાનમાં જવું. – એમ અહીં કહે છે. અરે! શ્વેતાંબરે તો આખી – એક-એક વાત જ ફેરવી નાખી છે. વીતરાગનો જે પરંપરા માર્ગ હતો તે બધોય ફેરવી નાખ્યો છે. અરે ! બધા શાસ્ત્રો જ નવા-કલ્પિત બનાવ્યા ને?
અહીં કહે છે કે મુનિને વ્યવહારથી શરીર છે, તેથી અન્નગ્રહણ છે અને તેથી જંગલપેશાબ પણ છે. તે જંગલ-પેશાબના ત્યાગ વખતે જે વિકલ્પ ઉઠ છે તે વિકલ્પ પણ
સ્વરૂપમાં છે નહીં. માટે એવો વિકલ્પ પણ બંધનું-સંસારનું કારણ છે. અર્થાત્ મનનો સંગ કરીને જે પરિણામ ઉત્પન્ન થાય છે તે બંધનું કારણ છે. તે કારણે તેને છોડીને મુનિ નિજ આત્માને ધ્યાવે છે. જુઓ, મુનિ નિજ આત્માને ધ્યાવે છે” એમ અહીં કહ્યું છે. પરંતુ ભગવાનને કે અરિહંતને ધ્યાવે છે એમ નથી કહ્યું. કેમ કે એ ભગવાન ને અરિહંત તો પર છે અને પરનું ધ્યાન કરે ત્યાં તો રાગ થાય છે.
અહા ! મિથ્યાદષ્ટિને ક્યાં કાંઈ છે? નિશ્ચય પણ ક્યાં છે અને વ્યવહાર પણ ક્યાં છે? જ્યારે અહીં તો જેને સ્વરૂપના દષ્ટિ, ભાન અને અનુભવ પ્રગટ્યા છે તથા સ્વસંવેદનની–પ્રત્યક્ષ આનંદની – ઉગ્રતા જેની દશામાં વર્તે છે એવા મુનિની વાત છે અને તેઓ જ સાચા મુનિ છે. તો, કહે છે કે મુનિ નિજ આત્માને અવ્યગ્ર થઈને ધ્યાવે છે. જોયું ? “અવ્યગ્ર થઈને કહેતાં વ્યવહાર સમિતિનો વિકલ્પ છે તે વ્યગ્રતા છે અને તેને છોડી દઈને ચિદાનંદ ભગવાન આત્મામાં અવ્યગ્ર-એકાગ્ર થઈને આત્માને ધ્યાને છે. લ્યો, આ નિર્વિકલ્પ ધ્યાન! અહા! વ્યવહારસમિતિની વાત કરે છે તો પણ તેમાં આ (નિશ્ચયની) વાત કરી. કેમ કે નિશ્ચય વિના વ્યવહાર કેવો? અને (નિશ્ચય સહિત વ્યવહાર હોવા) છતાંપણ વ્યવહારનો નિશ્ચયમાં અભાવ છે એમ અહીં સિદ્ધ કરે છે. શુદ્ધ પરિણતિમાં શુભરાગનો અભાવ છે, છતાં પણ મુનિને શુભરાગ થાય છે અને તો પણ તેને છોડી દઈને તેઓ નિજસ્વરૂપના ધ્યાનમાં લીન થાય છે એમ અહીં કહે છે.