________________
ગાથા – ૬૫]
[૧૬૭
વિકલ્પ ઉઠ તે પણ અચેતન-જડ છે. કેમ કે રાગમાં જાણવાની શક્તિ નથી. તથા (૩) તે પુણ્ય-પાપના પરિણામ દુઃખકારણ છે. લ્યો, શુભરાગ પણ દુઃખકારણ છે એમ ત્યાં કહ્યું છે. જ્યારે ભગવાન આત્મા (૧) અશુચિની સામે શુચિ છે, (૨) જડની-રાગની સામે ચૈતન્યસ્વરૂપ છે અને (૩) દુઃખકારણની સામે અનાકુળ આનંદસ્વરૂપ છે. આવું ભેદજ્ઞાન કરીને મુનિરાજ આત્માને ધ્યાવે છે. પણ જો તેઓ આત્મામાં સ્થિર ન રહી શકતા હોય તો કલેવરનું-શરીરનું અશુચિપણું ભાવે છે એમ અહીં કહે છે.
અહા! આ શરીર-કલેવર તો અશુચિ છે. તેમાં એકલા મળ, મૂત્ર, વીર્ય, આંતરડા, ચરબી વગેરે ભર્યા છે અને ઉપરથી ગારની જેમ ચામડી લપેટી છે અર્થાત્ અંદર ચામડામાં માંસ, મળ, મૂત્ર આદિ ભર્યા છે. આ રીતે શરીરની અશુચિનો મુનિ વિચાર કરે છે. બાર ભાવનામાં એક અશુચિ ભાવના પણ આવે છે ને? તો, અહીં કહે છે કે શુચિસ્વરૂપ આત્માની એકાગ્રતા કરવા પહેલાં આવી ભાવના કર કે હું તો શુચિ, ઉજજ્વળ, નિર્મળ છું, જ્યારે આ શરીર અશુચિ છે. તે મારું નથી, છતાં પણ તે સંબંધમાં છે અને તોપણ તે અશુચિ છે.
અરે! અજ્ઞાનીને તો, જરા સુંવાળું માખણ જેવું શરીર હોય તો જાણે શું કરી નાખું! એમ થાય છે. પણ બાપુ! પ્રભુ! એ તો માંસ અને હાડકા ઉપર ચામડાની ગાર છે. જેમ શેરડીનો છોલ ઉપરથી કાઢી નાખે તેમ આ શરીર ઉપરની શેરડીના છોડ જેટલી ચામડી કાઢી નાખે તો આ શરીર થુંકવા જેવું પણ ન દેખાય. તે શરીરને સારું, રૂપાળું, સુંવાળું કહે છે, પણ તે બધું સમજવા જેવું છે. જ્યારે રાગની છાલ ઉખેડીને જોઈશ તો ભગવાન આત્મા એકલો આનંદકંદમય દેખાશે. બાપુ! મારગ તો આવો છે. વીતરાગ માર્ગ એટલે કે આત્માનો માર્ગ કોઈ અલૌકિક છે. દુનિયાએ તેને બહારથી માન્યો છે-કપ્યો છે, પણ તે એવો માર્ગ નથી. અરે! જેનાથી આખો સંસાર ઉડી જાય અને મુક્તદશાના અનંત આનંદની પ્રાપ્તિ થાય એ માર્ગ તો બાપા! કોઈ અલૌકિક જ હોય ને? લૌકિક (અજ્ઞાની) સાથે તેનો મેળ કોઈ દિ થાય નહીં.
અહીં જોયું? શું કહ્યું? કે મુનિરાજ કલેવરનું સર્વ તરફથી ચારેય બાજુથી-અશુચિપણું ભાવે છે. હવે અસ્તિ-નાસ્તિ કરે છે કે,
તેને ખરેખર પ્રતિષ્ઠાપન સમિતિ હોય છે. બીજા સ્વચ્છેદવૃત્તિવાળા યતિનામધારીઓને કોઈ સમિતિ હોતી નથી. આવા સંતને પ્રતિષ્ઠાપન સમિતિ એટલે