________________
૧૬૮]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
કે મળમૂત્રાદિ છોડવાની સમિતિ હોય છે. પણ વીતરાગમાર્ગને છોડી દઈને પોતાની કલ્પનાના માર્ગમાં પડ્યા છે તેવા સ્વચ્છેદવૃત્તિવાળા યતિ-સાધુનામધારીઓને એકેય સમિતિ હોતી નથી. લ્યો, શ્રી કુંદકુંદાચાર્ય પોતે આ વાત કહે છે. કેમ કે પાઠમાં ‘પટ્ટામિતી દવે તરૂં' - એમ છે ને? તો, તેમાંથી ટીકાકાર મુનિરાજે અસ્તિ-નાસ્તિ કાઢી કે ઉપર કહ્યા પ્રમાણેના મુનિને સમિતિ હોય છે, પણ બીજા સ્વછંદીઓને કોઈ સમિતિ હોતી નથી. જુઓ, આવું મુનિપણું હોય છે, પરંતુ કોઈ ગૃહસ્થાશ્રમમાં હોય અને કપડાં પહેર્યા હોય તેને મુનિપણું આવે એમ ત્રણકાળમાં બને નહીં. આમ અહીં કહે છે. કોઈ વસ્ત્રપાત્ર રાખે અને મુનિપણું માને તો મિથ્યાદષ્ટિ છે. આકરું કામ ભાઈ!
પ્રશ્ન:- અપવાદ માર્ગ તો હોય ને?
સમાધાન:- અપવાદ વિકલ્પનો હોય. (અપવાદ માર્ગ ૨૮ મૂળગુણના વિકલ્પરૂપ હોય, પણ વસ્ત્ર-પાત્ર સહિત ન હોય.) તેમ જ ઉત્સર્ગ વિના અપવાદ માર્ગ હોય જ નહીં. તે માટે આ કથન છે કે મુનિને અંદરમાં નિશ્ચય સમ્યગ્દર્શન અને નિશ્ચય સંયમ તો પ્રગટ્યા છે, પરંતુ ચારિત્રની પૂર્ણતા થવી જોઈએ તે નથી. તેથી વિકલ્પ ઉઠે છે અને તેને અપવાદી સંયમ કહેવામાં આવે છે.
પ્રશ્ન:- મુનિને ગમે તેવું નિમિત્ત હોય ને?
સમાધાન:- (ના,) મુનિને ગમે તેવું નિમિત્ત ન હોય. મુનિને અહીં કહ્યું છે એટલું જ નિમિત્ત હોય. તે સિવાય બીજું નિમિત્ત ન હોય. આદાન-નિક્ષેપણસમિતિમાં પીંછી, પુસ્તક અને કમંડળ લેવા કે મૂકવાનો વિકલ્પ-શુભરાગ મુનિને હોય છે. તેથી બહારમાં (નિમિત્ત તરીકે) તે જ હોય, પણ બીજી વસ્તુ હોય નહીં. માર્ગ તો આવો છે, સત્ય તો આ છે, વસ્તુનું સ્વરૂપ તો આ છે ભાઈ! તેમાં વાદવિવાદ કરવા જેવો નથી. કોની સાથે વાદવિવાદ કરવો?
અહા! સ્વછંદવૃત્તિવાળા એટલે કે રાગ વિનાની ચીજ ભગવાન આત્મા છે તે જેની દષ્ટિમાં આવ્યો નથી, તેને જેણે અનુભવમાં લીધો નથી અને જે રાગથી જ બધું (નિશ્ચય) થાય એમ માનીને બેઠો છે તે. અને તેની જે બધી વ્યવહારની ક્રિયાઓ છે તે સ્વચ્છંદની ક્રિયાઓ છે.
આમ કેમ કહ્યું? (અજ્ઞાનીની ક્રિયાને વ્યવહાર ન કહેતાં સ્વચ્છેદ ક્રિયા કેમ કહી?) કેમ કે વ્યવહાર તો ધર્મજીવને-કે જેને આત્મ-અનુભવ ને આનંદસ્વરૂપનું ભાન