SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ છે ગાથા - ૭૨ કરે णट्ठट्टकम्मबंधा अट्टमहागुणसमण्णिया परमा । लोयग्गठिदा णिच्चा सिद्धा ते एरिसा होति ॥७२॥ नष्टाष्ट कर्मबन्धा अष्टमहागुणसमन्विताः परमाः । लोकाग्रस्थिता नित्याः सिद्धास्ते ईदृशा भवन्ति ॥७२॥ છે અષ્ટ કર્મ વિનષ્ટ, અષ્ટ મહાગુણે સંયુકત છે, શાશ્વત, પરમ ને લોક-અગ્રવિરાજમાન શ્રી સિદ્ધ છે. ૭૨. અન્વયાર્થ:- (નષ્ટન્ટર્ષવર્ધી:) આઠ કર્મના બંધને જેમણે નષ્ટ કરેલ છે એવા, (અષ્ટમી ગુણસમન્વિત:) આઠ મહાગુણો સહિત, (પરમ:) પરમ, (તોwiBસ્થિતી:) લોકના અગ્રે સ્થિત અને (નિત્ય:) નિત્ય:- (દશ) આવા, (તે સિદ્ધ) તે સિદ્ધો (મત્તિ) હોય છે. ટીકા:- સિદ્ધિના પરંપરાહેતુભૂત એવા ભગવંત સિદ્ધપરમેષ્ઠીઓનું સ્વરૂપ અહીં કહ્યું છે. (ભગવંત સિદ્ધો કેવા હોય છે?) (૧) નિરવશેષપણે અંતર્મુખાકાર, ધ્યાનધ્યેયના વિકલ્પ રહિત નિશ્ચય-પરમશુકલધ્યાનના બળથી જેમણે આઠ કર્મના બંધને નષ્ટ કરેલ છે એવા; (૨) ક્ષાયિક સમ્યત્વાદિ અષ્ટ ગુણોની પુષ્ટિથી તુષ્ટ; (૩) વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી તત્ત્વનાં ત્રણ સ્વરૂપોમાં પરમ; (૪) ત્રણ લોકના શિખરથી આગળ ૧. નિરવશેષપણે = અશેષતઃ; કાંઈ બાકી રાખ્યા વિના; સંપૂર્ણપણે; સર્વથા. (પરમશુક્લધ્યાનનો આકાર અર્થાત્ સ્વરૂપ સંપૂર્ણપણે અંતર્મુખ હોય છે.) ૨. સિદ્ધભગવંતો ક્ષાયિક સમ્યત્વ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહન, અગુરુલઘુ અને અવ્યાબાધ એ આઠ ગુણોની પુષ્ટિથી સંતુષ્ટ-આનંદમય હોય છે. ૩. સિદ્ધભગવંતો વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી બહિ:તત્વ, અંત:તત્ત્વ અને પરમતત્ત્વ એવા ત્રણ તત્ત્વસ્વરૂપોમાંથી પરમતત્ત્વસ્વરૂપ છે.
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy