________________
ગાથા – ૭૧]
[૨૩૧
જ્ઞાન થાય. જેને હજુ ભવ હોય તેને સાત ભવનું જ્ઞાન થાય હોં. નહીંતર જેને હવે ભવ નથી તેને ભૂતકાળના ત્રણ ભવનું અને વર્તમાનના ભવનું જ્ઞાન થાય. આવું પરમ ઔદારિક શરીર ભગવાન અરિહંતને હોય છે. લ્યો, અહીં તો માત્ર એક શ્રી પદ્મપ્રભુનું નામ લીધું છે, છતાં બીજાં બધા અરિહંતોને પણ આવું હોય છે.
“પ્રફુલ્લિત કમળ જેવાં જેમનાં નેત્ર છે. તીર્થંકર પુણ્યવંત હોય છે. તેથી જાણે કે પ્રફુલ્લિત-ખીલેલું કમળ હોય એમ મોટી આંખો તેમને હોય છે. સાધારણ પ્રાણી કરતાં તેમનાં નેત્ર સુંદર હોય છે, કેમ કે તીર્થકરના પુણ્ય તો સવોત્કૃષ્ટ છે ને? તો, કહે છે કે ભગવાનની આંખો પ્રફુલ્લિત કમળ જેવી હોય છે અર્થાત્ જાણે કે ખીલેલું કમળ હોય એવી એમની આંખો હોય છે. જો કે તેમને કાંઈ આંખોથી જોવું નથી હોં. કારણ કે તેઓ તો કેવળજ્ઞાની છે અને કેવળજ્ઞાનથી ત્રણ કાળ ત્રણ લોકને જોવે છે. પણ આ તો તેમનું શરીર આવું હોય છે એમ બતાવે છે.
પુણ્યનું રહેઠાણ (અર્થાત તીર્થકરપદ) જેમનું ગોત્ર છે.” શ્રી પદ્મપ્રભુને તીર્થંકરપદ છે ને? તે પુણ્યનું રહેઠાણ છે એટલે કે સર્વોત્કૃષ્ટ પુણ્યના ફળ તેમની પાસે છે એમ કહે છે. (પ્રવચનસાર ગાથા ૪૫માં) “પુઅUbeતા કરતા’ એમ આવે છે તેનો આ અર્થ છે.
પંડિતરૂપી કમળોને (વિકસાવવા માટે) જેઓ સૂર્ય છે.” કેવાં છે તીર્થકર ભગવાન – અરિહંત પરમાત્મા? કે પંડિત કહેતા જે કોઈ ડાહ્યા અને સમજુ છવો છે તેરૂપી કમળોને વિકસાવવા માટે ભગવાન સૂર્ય છે. તે સિવાય જે મૂઢ છે તેને ભગવાન શું કરે? એમ કહે છે. અહા! જેને સમજવાની યોગ્યતા ને પાત્રતા છે એવા પંડિતરૂપી કમળોને વિકસાવવા માટે પરમાત્મા સૂર્ય છે. કહો સમજાણું કાંઈ? જેમ સવારના સૂર્યનું નિમિત્ત પામીને કમળ ખીલે છે ને? પણ કમળ હોય તે જ ખીલે ને? શું કાંઈ લાકડા ખીલે? (ના). એમ જે પાત્ર જીવ હોય એવા પંડિતરૂપી કમળોને જ પ્રગટ થવા માટે ભગવાન સૂર્ય સમાન છે.
“મુનિજનરૂપી વનને જેઓ ચૈત્ર છે (અર્થાત્ મુનિજનરૂપી વનને ખિલવવામાં જેઓ વસંતઋતુ સમાન છે).” ચૈત્ર મહિનામાં વસંતત્રતુ હોય છે અને ત્યારે બધા પાંચેય વર્ણના ફૂલ ખીલી જાય છે. એવી રીતે ભગવાનના કાળે પાત્ર જીવો ખિલી ઉઠ છે. અહ! મુનિજનરૂપી વનને ખિલવવામાં અર્થાત્ લાખો સંતો-મુનિઓ હોય એમને ખિલવવામાં ભગવાન વસંતઋતુ સમાન છે.