________________
૨૩૨]
[પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩
કર્મની સેનાના જેઓ શત્રુ છે.” એટલે કે તેમણે ચાર ઘાતિકમને મારી નાખ્યા છે અને મડદા જેવા ચાર અઘાતિકમાં હવે બાકી રહ્યા છે. ભગવાને ચાર ઘાતિકમોને બાળી નાખ્યા છે અને ચાર અઘાતિક – વેદનીય, આયુ, નામ ને ગોત્ર – બાકી રહી ગયા છે. સિદ્ધભગવાન આઠેય કર્મો રહિત છે, જ્યારે અરિહંતભગવાનને ચાર ઘાતિ કમોં નાશ પામ્યા છે અને ચાર અઘાતિ કમ હજુ બાકી છે.
અને સર્વને હિતરૂપ જેમનું ચરિત્ર છે.” અહા! ભગવાનનું ચારિત્ર-ચરિત્ર જ એવું છે કે બધાને હિતરૂપ છે. અંદરમાં ‘ચરિત્ર' એમ શબ્દ છે ને? ‘સત્સંહિતવરિત્ર:' અર્થાત્ એમનું બધું-આખું વર્તન જ સર્વ જીવને હિતકારી છે.
‘તે શ્રી સુસીમા માતાના સુપુત્ર (શ્રી પદ્મપ્રભ તીર્થકર) જયવંત છે. જો કે અત્યારે તો શ્રી પદ્મપ્રભુ મોક્ષમાં પધાર્યા છે, પણ પૂર્વે તેઓ અરિહંતપદે હતા એ દશાને યાદ કરે છે અને કહે છે કે તેઓ જયવંત વર્તે છે. અહા! એમનો કહેલો ભાવ અમારામાં જયવંત વર્તે છે તો ભગવાન પણ જયવંત વર્તે છે એમ કહે છે. આમ કહીને માંગલિક કર્યું છે.
છે
શ્લોક - ૯૭ ઉપરનું પ્રવચન કર્યું
આ, નિયમસારનો વ્યવહારચારિત્ર અધિકાર છે. એમાં અરિહંત ભગવાનની વાત ચાલે છે. અરિહંત ભગવાન પર છે ને? માટે (તેઓ વ્યવહારનયના વિષય હોવાથી) વ્યવહારચારિત્ર અધિકારમાં તેમની વાત કરી છે. અરે ! પંચ પરમેષ્ઠી પણ પરદ્રવ્ય છે. માટે વ્યવહારચારિત્ર અધિકારમાં તેમની વાત કરી છે.
પ્રશ્ન :- પરંતુ એ પંચ પરમેષ્ઠી તો શુદ્ધ છે ને? (તો પછી પરદ્રવ્ય શા માટે છે?)
સમાધાન :- પંચ પરમેષ્ઠી ભલે શુદ્ધ છે, પણ આ આત્માથી તો પર છે ને? તેથી એ પંચ પરમેષ્ઠીનું લક્ષ કરવાથી–તેમનો આશ્રય કરવાથી – તો રાગ જ થાય છે, પણ કાંઈ ધર્મ થતો નથી. વ્યવહાર પરાશ્રિત છે અને નિશ્ચય સ્વાશ્રિત છે. તેથી વ્યવહારચારિત્ર અધિકારમાં પંચ પરમેષ્ઠીનો અધિકાર નાખ્યો છે (તેમની વાત કરી છે.)