________________
ગાથા – ૭૧]
[૨૩૫
હવે છેલ્લું પદ છે ને? કે ‘ત્યસંસારમૂની અને જેમણે સંસારરૂપી વૃક્ષનો ત્યાગ કર્યો છે'. મેં = પૃથ્વીમાં અને ન = ઉત્પન્ન થયેલું એટલે કે મૂન: = ઝાડ. સંસારરૂપી ઝાડનો ભગવાને નાશ કર્યો છે અને તેવી રીતે આ ભગવાન આત્માનો સ્વભાવ પણ સંસારનો નાશ કરવાવાળો છે. સંસારને ઉત્પન્ન કરે એવો એનો સ્વભાવ જ નથી.
અરે! આત્માનો સ્વભાવ “સંસારનો નાશ કરનાર છે' એમ કહેવું તે પણ વ્યવહાર છે. પરમાર્થે તો આત્મા રાગના નાશનો કર્તા પણ નથી. એટલે કે આત્માને સંસારવિકારનો નાશકર્તા (નાશ કરનારો) કહેવો તે પણ પરમાર્થ નથી. આત્માનો આનંદસ્વભાવ છે એની અંદર એકાકાર થતાં સંસાર નામ રાગની ઉત્પત્તિ થતી નથી અને તેને સંસારનો નાશ કર્યો’ એમ કહેવામાં આવે છે. અહા! શબ્દોના અર્થ કરતી વખતે એ કઈ નયનું કથન છે તે ન સમજે તો ગરબડ થાય. સિદ્ધાંતમાં-ધવલમાં તો એમ કહ્યું છે કે કોઈપણ સૂત્ર કે અર્થ નયવાક્ય વિના એટલે કે નય વિના હોઈ શકે નહીં. કોઈપણ શાસ્ત્રનો મૂળ શબ્દ કે એનો અર્થ નયવાક્ય છે. તેથી આ વ્યવહારનયનું વાક્ય છે કે નિશ્ચયનયનું વાક્ય છે એ તેણે જાણવું જોઈએ. એ જાણ્યા વિના જે અર્થ કરવા જશે તો અર્થનો અનર્થ થઈ જશે.
અહીં કહે છે કે ભગવાને સંસારરૂપી વૃક્ષનો ત્યાગ કર્યો છે. લ્યો, હવે ‘સમયસારમાં (ગાથા ૩૪ માં) એમ કહે છે કે આત્મા રાગનો ત્યાગકર્તા પરમાર્થે નથી, નામમાત્ર છે. ભાઈ! પરિપૂર્ણ અખંડ અભેદ સ્વભાવનો આશ્રય લેતાં એનાથી ઉત્પન્ન થયેલી મોક્ષદશા દ્વારા ભગવાનને સંસારનો નાશ થઈ ગયો છે ને? (માટે તેમણે ‘રાગનો ત્યાગ કર્યો એમ અહીં કહેવામાં આવ્યું છે.)
અરિહંત પરમાત્માને પણ મોક્ષ જ છે હોં. ‘પ્રસિદ્ધ જેમનો મોક્ષ છે' - એમ પછી (શ્લોક ૯૯ માં) કહેશે. કેમ કે અરિહંતને ભાવમોક્ષ થઈ ગયો છે. બધા ગુણો પર્યાયમાં પૂર્ણપણે પરિણમી ગયા છે.
હવે કહે છે કે “તે જિનરાજ (શ્રી પદ્મપ્રભ ભગવાન) જયવંત છે.” અત્યારે શ્રી પદ્મપ્રભુ ભગવાન તો મોક્ષ પધાર્યા છે. છતાં પણ જાણે કે તેઓ આમ (-પ્રત્યક્ષ) વર્તમાન તીર્થંકરપણે સમવસરણમાં બિરાજતા હોય એ રીતે યાદ કરીને સ્તુતિ કરી છે. એવી રીતે આ આત્મા પણ વર્તમાનમાં પૂર્ણરૂપે વિદ્યમાન-બિરાજમાન છે એમ (જ્ઞાનમાં લઈને) આત્માની સ્તુતિ કરી છે. આમ શ્રી પદ્મપ્રભુ ભગવાનની સ્તુતિ દ્વારા તેમને વંદન કર્યું (અને આત્માની પણ સ્તુતિ કરી.)