________________
ગાથા – ૭૩]
[૨૭૫
તે આચાર્યોને ભક્તિક્રિયામાં કુશળ એવા અમે ભવદુઃખરાશિને ભેદવા માટે પૂજીએ છીએ.' વીતરાગ માર્ગના આવા આત્મ-અનુભવી આચાર્યોને ભક્તિક્રિયામાં કુશળ એવા અમે પૂજીએ છીએ. આ ટીકા કરનાર શ્રી પદ્મપ્રભમલધારિદેવ પોતે મુનિ છે તે પણ (શ્રી વાદિરાજદેવ સાથે) કહે છે કે, આવા જૈનના આચાર્યો હોય છે તેમને, ભક્તિક્રિયામાં કુશળ એવા અમે, પૂજીએ છીએ. જોયું? એમ કહે છે કે “ભક્તિક્રિયામાં કુશળ એવા અમે’... એટલે કે આવા આચાર્યોની ભક્તિ કરવામાં અમે કુશળ છીએ. (મુનિરાજ કહે છે કે, અમને ખબર છે કે આવા આચાર્યો હોય છે અને એમનું બહુમાન કરવામાં અમે ડાહ્યા છીએ, કુશળ છીએ, નિપુણ છીએ, ચતુર છીએ.
પ્રશ્ન:- મુનિરાજ રાગમાં ચતુર છે?
સમાધાન:- તે વખતે ભલે બહુમાન-ભક્તિનો વિકલ્પ-રાગ હો. પણ અમે તો આચાર્યના ગુણને વંદન કરવામાં ચતુર છીએ એમ મુનિરાજને કહેવું છે. અહા ! આચાર્યની ભક્તિ કરનાર આ મુનિ (શ્રી પદ્મપ્રભમલધારિદેવ) છે તે પણ ભાવલિંગી સંત છે કે જેમને પ્રચુર આનંદ ઊછળ્યો છે. અહા! સાચા મુનિ તો એને કહીએ કે જેમને પ્રચુર આનંદ ઊછળ્યો છે. તે સિવાય કોઈ વસ્ત્ર ફેરવીને બેસે એટલે મુનિ થઈ ગયા એમ છે નહીં. ઝીણી વાત છે ભાઈતો, એ મુનિ પોતે કહે છે કે અહો! આવા આચાર્યો જૈનમાં છે...
પ્રશ્ન:- શ્રી વાદિરાજદેવ આચાર્ય છે માટે આચાર્ય, આચાર્ય વિષે કહે છે ને?
સમાધાન:- (હા), પણ આ તો મુનિરાજ આચાર્ય વિષે કહે છે એમ કહેવું છે. કેમ કે ટીકાકાર (શ્રી પદ્મપ્રભમલધારિદેવ) મુનિ છે ને? જો કે આ શ્રી વાદિરાજદેવ આચાર્ય છે, છતાંપણ આ શાસ્ત્રના ટીકાકાર શ્રી પદ્મપ્રભમલધારિદેવ મુનિ છે તે પોતે આધાર આપે છે ને? (માટે મુનિરાજ આચાર્ય વિષે કહે છે એમ કહેવું છે.) તો, મુનિરાજ આચાર્યનો આધાર આપીને કહે છે કે અમે પણ આચાયોને વંદન કરીએ છીએ. જે પૂર્વે થઈ ગયા છે એવા શ્રી વાદિરાજ આચાર્ય પણ આચાર્યોને વંદન કરે છે તો અમે (મુનિ) પણ આચાર્યોને વંદન કરીએ છીએ.
અમે ભવદુઃખરાશિને ભેદવા માટે પૂજીએ છીએ... પ્રશ્ન:- શું ભક્તિથી ભવદુઃખ ભેદાય? સમાધાન:- વ્યવહાર કથનમાં તો એમ જ આવે. વ્યવહારથી કથન શું આવે? અહા!