________________
ગાથા – ૬૭]
[૧૯૩
અતિ વૃદ્ધિ પામેલી ભોજનની પ્રીતિ વડે મેંદાની પુરી ને ખાંડ, દહીં-ખાંડ, સાકર ઈત્યાદિ અનેક પ્રકારનાં અશન-પાનની પ્રશંસા તે ભક્તકથા (ભોજનકથા) છે.” - ગૃદ્ધિથી વાત કરવી કે આવી પુરી હતી, આજે બહુ સારું ભોજન હતું વગેરે ભોજનકથા તે વિકથા છે. ભાઈ! એ તો ધૂળ છે સાંભળ ને! તેમાં શું છે? એ તો પાપકથા છે. જુઓ, પ્રીતિ વડે આહારની પ્રશંસા કરવી તે પાપકથા છે. તે સિવાય આહારનું જાણપણું કરે તે જુદી વાત છે. તેથી તો “પ્રીતિ વડે એવો શબ્દ છે. મુનિઓ (આહારની) બધી વાત કરે કે આહાર આવો હોય અને તેવો હોય. પણ તેઓ આહારની વાત કરે તે કાંઈ વિકથા નથી, એ તો આહારનું જ્ઞાન કરાવે છે. પરંતુ કોઈ પ્રીતિ વડે-ગૃદ્ધિથી આહારની વાત કરે તો તેને અહીંયા પાપકથા કહેવામાં આવે છે.
સંવત ૧૯૮૮ માં એક પ્રશ્ન થયો હતો કે તમે સ્ત્રીકથાને વિકથા કહો છો, પરંતુ ભગવાને તો “પ્રશ્નવ્યાકરણ અંગ’માં સ્ત્રીના અંગ-ઉપાંગ અંગે બધી વાત કરી છે? ભાઈ! એ જુદી વાત છે બાપા! ભગવાને જે વાત કરી છે તે જાણવા-જ્ઞાન કરવા માટે કહી છે. જ્યારે રાગની વૃદ્ધિથી સ્ત્રીકથા કરવામાં આવે તેને અહીંયા વિકથા કહેવામાં આવે છે. શાસ્ત્રમાં સ્ત્રી અંગેની કથા કહી છે તે પ્રીતિથી કહી નથી, એ તો જાણવા માટે કહી છે. માટે તે વિકથા નથી. જ્યારે અહીંયા તો પ્રેમ અને ગૃદ્ધિથી દુનિયાને રાજી કરવા સ્ત્રીની વાત કરે તેને વિકથા-પાપકથા કહે છે. માટે ભગવાનની વાત-કથામાં અને અજ્ઞાનીની વાત-કથામાં ફેર છે. સ્ત્રીનું સ્વરૂપ આવું છે તેમ ફક્ત જણાવવું અને તેને રાગની વૃદ્ધિ-પ્રેમથી જણાવવું તેમાં ફેર છે. આવી ભારે વાતો છે! અહા! અમારે તો એક-એક વાતની બહુ ચર્ચા થયેલી છે. શ્રી જિનસેનાચાર્યની વાત આવે છે ને? કે તેઓએ સ્ત્રીની કથા એવી કરવા માંડી કે સાંભળનારના વીર્ય છૂટી ગયા, પણ પોતે તો એમ ને એમ રહ્યા. માટે માત્ર વાત કરે તેથી શું? જો અંદરમાં રાગની વૃદ્ધિ હોય તો તેને વિકથા કહેવાય. આ રીતે માત્ર બોલવું તે વિકથા નથી, પણ તેની સાથે અંદરમાં વૃદ્ધિનો ભાવ થવો તે વિકથા છે.
“આ બધી કથાઓનો પરિહાર તે વચનગુતિ છે.” - લ્યો, આને વચનગુમિ કહે
અસત્યની નિવૃત્તિ પણ વચનગુમિ છે. અથવા (અસત્ય ઉપરાંત) બીજાં અપ્રશસ્ત વચનોની નિવૃત્તિ તે જ વચનગુમિ છે.” - ઉપર કહી એટલી વિકથા જ નહીં, તે સિવાયના બીજા ગમે તેવા અસત્ય તેમ જ અપ્રશસ્ત વચનોની નિવૃત્તિ પણ