________________ 304] [પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩ જ્ઞાન અને અતીન્દ્રિય આનંદનો અનુભવ થવા ઉપરાંત અંદર સ્વરૂપમાં લીનતા થવી એવું ચારિત્ર છે તે મોક્ષરૂપી સુંદરીના અશરીરી સુખનું મૂળ છે એમ આચાયોએ કહ્યું છે. “વ્યવહારાત્મક ચારિત્ર પણ તેનું પરંપરા કારણ છે.” લ્યો, વ્યવહારચારિત્ર મોક્ષનું પરંપરા કારણ છે એમ કહે છે. પણ આ કોના માટે છે? કે જેને નિશ્ચયચારિત્ર છે તેના માટે છે. અહા! વ્યવહારસ્વરૂપ ચારિત્ર મુક્તિનું પરંપરા કારણ છે એટલે કે વ્યવહારચારિત્રને છોડીને જ્યારે અંદર ઠરશે ત્યારે મુક્તિ થશે. આવું સ્વરૂપ છે. ભારે વાત ભાઈ! અરે! પક્ષનો વ્યામોહ (બહુ નુકશાન કરે છે). જેને પક્ષનો વ્યામોહ છે તે પોતાના પક્ષની પુષ્ટી થાય એ રીતે શાસ્ત્રના અર્થ કરે છે અને છતાં કહે છે કે અમે ભગવાનના કહેવા પ્રમાણે બરાબર અર્થ કરીએ છીએ. (ભાઈ! આવા મિથ્યા અભિપ્રાયથી તને નુકશાન થશે હોં.) અહીં કહે છે કે, વ્યવહારસ્વરૂપ ચારિત્ર તેનું પરંપરા કારણ છે. કોનું? મુક્તિરૂપી સુંદરીના અનંગ-અશરીરી સુખનું વ્યવહારચારિત્ર પરંપરા કારણ છે, પણ સાક્ષાત્ કારણ નથી. મુક્તિ સુખનું સાક્ષાત્ કારણ તો આ નિશ્ચયચારિત્ર છે. અહા વ્યવહારચારિત્ર છૂટીને પછી ઉગ્ર સ્થિરતા થશે ત્યારે પૂર્ણાનંદની પ્રાપ્તિરૂપ મુક્તિ પ્રાપ્ત થશે. અને તેથી વ્યવહારચારિત્રને મુક્તિનું પરંપરા કારણ કહેવામાં આવે છે. પ્રવચન નં. NSS / 67 તારીખ 14-7-71 ગાથા - 76 ) શ્લોક - 107J